ચહેરાની સુંદરતા વધારે છે બીટ, આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પર આવશે કુદરતી ગ્લો
Glowing Skin Tips: બીટમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેના કારણે બીટ ખાવાથી ફાયદો થાય છે. જો કે માત્ર ખાવાથી નહીં ચહેરા પર તેને લગાડવાથી પણ ફાયદા થાય છે. ચાલો તમને જણાવીએ કે બીટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
Glowing Skin Tips: દરેક વ્યક્તિએ બીટ ખાવું જોઈએ. કારણ કે બીટ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે. સાથે જ તે ત્વચા પર ગ્લો પણ લાવે છે. બીટ રક્તને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. રોજ બીટને સલાડ તરીકે ખાવું તો ફાયદાકારક છે જ. પરંતુ તમે બીટનો રસ પણ પી શકો છો. બીટમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેના કારણે બીટ ખાવાથી ફાયદો થાય છે. જો કે માત્ર ખાવાથી નહીં ચહેરા પર તેને લગાડવાથી પણ ફાયદા થાય છે. ચાલો તમને જણાવીએ કે બીટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
આ પણ વાંચો:
ખાવા-પીવાની આ વસ્તુઓને ફ્રીજમાં ન કરવી જોઈએ સ્ટોર, તેને ખાવાથી શરીરને થાય છે નુકસાન
ઉનાળામાં નાળિયેર પાણી પીવાથી થાય છે લાભ, ફટાફટ ઘટે છે વજન અને સ્કીન પર આવે છે ગ્લો
આ 4 વસ્તુઓ એન્ટી એજીંગ ગુણથી છે ભરપુર, નિયમિત લેવાનું રાખશો તો 40 પછી દેખાશો 20 જેવા
ડાઘ દૂર થાય છે
ચહેરા પર ખીલ થયા બાદ તેના ડાઘ પડી જાય છે. આ સ્થિતિમાં બીટ માસ્ક ચહેરાના આ ડાઘ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે બે ચમચી મુલતાની માટીમાં 5-6 ચમચી બીટનો રસ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો અને 15 મિનિટ સુધી સુકાવા દો. સુકાયા બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
ગુલાબી હોઠ માટે
ફાટેલા હોઠને ગુલાબી અને સોફ્ટ બનાવવા માટે બીટના રસનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બીટનો રસ કાઢી ફ્રિઝરમાં રાખો. જ્યારે તેનો બરફ થઈ જાય તો તેને હોઠ પર લગાવો. તમે બીટની પેસ્ટને પણ હોઠ પર રાત્રે લગાવી શકો છો. તેનાથી તમારા હોઠ સોફ્ટ અને ગુલાબી થશે.
ગ્લોઈન્ગ સ્કિન માટે
જો તમારે ડાઘ રહિત ત્વચા મેળવવી છે તો તેના માટે બીટનો રસ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, સી અને કે હોય છે જે તમારા શરીરની આયરન, કોપર અને પોટેશિયમની જરૂરિયાત પુરી કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)