Vastu Tips For Kitchen or Store Room: એક ઘરમાં અનેક રૂમ હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારે થાય છે. ઘરના પ્રત્યેક હિસ્સાનો પોતાનું આગવુ મહત્વ હોય છે. દરેક ઘરમાં એક એવો રૂમ હોય છે, જ્યાં વધારાની ચીજવસ્તુઓ રાખવામાં આવે છે, જેનો ઉપયોગ સમયાંતરે થાય છે. આ જ કારણોસર ઘરમાં સ્ટોરરૂમનું એક ખાસ મહત્વ હોય છે, એટલા માટે ઘરમાં સ્ટોરરૂમ બનાવવા માટે વાસ્તુના કેટલાક સિદ્ધાંતોનું ધ્યાન રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સ્ટોર રૂમમાં નકામી વસ્તુઓ રાખવાથી ઘરમાં રાહુ અને કેતુનો વાસ થાય છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તો ચાલો જાણીએ કે, ઘરના સ્ટોરરૂમમાં કયો સામાન ન રાખવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોર રૂમમાં ભૂલથી પણ આ સામાન ન રાખવો જોઈએ-
વાસ્તુ અનુસાર સ્ટોરરૂમમાં કેટલોક સામાન ન રાખવામાં જ ભલાઈ છે. ઘરમાં જે સામાનનો ઉપયોગ તમે બિલકુલ પણ નથી કરતા તે ભંગાર છે, આવી વસ્તુઓને સ્ટોરરૂમમાં રાખવાના બદલે ભંગારમાં આવી દેવી જોઈએ.


સ્ટોરરૂમમાં ન રાખો કિચનનો સામાન-
વાસ્તુ અનુસાર સ્ટોરરૂમમાં લાંબા સમયથી ઉપયોગમાં ન આવતા કિચનનાં વાસણો ન રાખવા જોઈએ. ખાસ કરીને પિત્તળના વાસણો. આ સિવાય સીવવાનું મશીન વગેરે જેવી વસ્તુઓ સ્ટોરરૂમમાં ન રાખો.


રસોઈનો સામાન સ્ટોરરૂમમાં રાખવાથી દરિદ્રતા આવે છે-
મોટાભાગે તમે જોયુ હશે કે, ખૂબ જ પરિશ્રમ કર્યા છત્તા વ્યક્તિની આર્થિક સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી. જીવનમાં આ પ્રકારની સમસ્યા દુઃખનું કારણ બને છે. સ્ટોરરૂમમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ, જેનો ઉપયોગ કિચનનાં રોજબરોજના કામમાં થતો હોય. સ્ટોરરૂમમાં ચપ્પુ, કાતર જેવી વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. આ સિવાય લાંબા સમયથી ધૂળ ખાતી વસ્તુઓ પણ ન રાખવી જોઈએ.