શું તમે ક્યારેય એવા કોઈ ગામનું નામ સાંભળ્યું છે જ્યાં કોઈ ભાષાથી કમ્યુનિકેશન થવાની જગ્યાએ લોકો એકબીજા સાથે સિટી દ્વારા વાતચીત કરે છે. એટલે કે શબ્દોથી નહીં પરંતુ સિટીથી વાત કરે છે. નવાઈ લાગી ને? પણ બિલકુલ સાચી વાત છે. આપણા ભારત દેશમાં જ એક ગામ છે જ્યાં લોકો સિટી વગાડીને વાતચીત કરે છે. જાણો તેના વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો ભારતમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે પરંતુ જો કોઈ અનોખી જગ્યાની વાત કરીએ તો તમને આનાથી વધારે ચડિયાતી એક પણ નહીં મળી શકે. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જે શબ્દોથી નહીં પરંતુ સિટીઓથી એકબીજા સાથે વાતચીત કરે છે. આ ગામ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયના શિલોંગની પાસે આવેલું છે. અહીં ફરવા માટે લોકો જરૂર જાય છે. 


કયું છે ગામ
આ ગામનું નામ કોંગથોંગ છે જે મેઘાલયના પાટનગરથી ફક્ત 60 કિમી દૂર છે. આ ગામને 'વ્હિસલિંગ વિલેજ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં લોકો એકબીજા સાથે શબ્દોથી નહીં પરંતુ સિટીઓ મારીને વાતચીત  કરે છે. આ જગ્યા પૂર્વ ખાસીની પહાડીઓમાં આવેલી છે. 


પરંપરા
કોંગથોંગ ગામની એક અનોખી પરંપરા છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં બે નામવાળા લોકો રહે છે. એક સાધારણ નામવાળો તો બીજો ધૂનવાળા. ધૂનવાળા વ્યક્તિના બે રૂપ છે- પહેલો લાંબું ગીત અને બીજું નાનું ગીત. અત્રે જણાવાવવાનું કે પહેલી ધૂન એ છેકે જે માતા તેના બાળકોને આપે છે અને આ ધૂનનો ઉપયોગ પરસ્પર વાતચીત માટે થાય છે. જ્યારે બીજી ધૂન એ છે જેને ગામના વડીલો બનાવે છે, જેનો ઉપયોગ તેઓ પોતે કરે છે, પરંતુ સાથે ગામના અન્ય લોકોને બોલાવવા માટે પણ કરે છે. એનો અર્થ એ થયો કે આ ગામમાં વાતો તમને ઓછી સંભળાશે પરંતુ ધૂન સૌથી વધુ સાંભળવા મળશે. અહીં સવારથી સાંજ સિટીઓ જ સાંભળવા મળે છે. 


આ રીતે શરૂ થઈ પરંપરા
એક પ્રાચીન પરંપરા મુજબ એક વખત રસ્તામાં બે પ્રકારના મિત્રો જઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી નાખ્યો. તેમાંથી એક મિત્ર હુમલાખોરોથી બચવા માટે એક ઝાડ પર ચડી ગયો. બચવા માટે એક મિત્રએ પોતાના બીજા મિત્રને બોલાવવા માટે અનેક અવાજોનો પણ ઉપયોગ કર્યો. આ અવાજને તેના મિત્રએ સમજી લીધો અને તેમને બદમાશોથી બચાવી લીધા. ત્યારથી આ પરંપરા શરૂ થઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube