Frizzy Hair Care Tips: આપણા ઘરના રસોડામાં ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓ એવી હોય છે જે ત્વચા અને વાળની સંભાળ રાખવામાં પણ મદદ કરે છે. આવી જ એક વસ્તુ છે એપલ સીડર વિનેગર. આ વિનેગર ફ્રીઝ વાળને સાચવવામાં સૌથી વધુ મદદ કરે છે. એપલ સીડર વિનેગરમાં એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ, મેલિક એસિડ અને એમિનો એસિડ જેવા તત્વો હોય છે, જે આપણી ત્વચા અને વાળ માટે ઉત્તમ ગણાય છે. એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરવાથી વાળની ફ્રીઝી હેર અને ડેન્ડ્રફ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય ખરતાં વાળ અને ઓઈલી સ્કેલ્પ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે તમને એપલ સીડર વિનેગરનો એક ઘરગથ્થુ નુસખો જણાવીએ. એપલ સીડર વિનેગરનો ઉપયોગ જો તમે આ રીતે કરશો તો તમારા વાળનો ગ્રોથ વધશે અને ફ્રીઝી હેર સરળતાથી મેનેજ કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 4 વસ્તુઓ એન્ટી એજીંગ ગુણથી છે ભરપુર, નિયમિત લેવાનું રાખશો તો 40 પછી દેખાશો 20 જેવા


ચહેરાની સુંદરતા વધારે છે બીટ, આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પર આવશે કુદરતી ગ્લો


ઉનાળામાં વધી જતી ઓઇલી સ્કિનની સમસ્યાને મુલતાની માટીના આ ફેસપેક કરશે દૂર


એપલ સીડર વિનેગર હેર વોટર બનાવવા માટે 1/3 કપ ઓર્ગેનિક એપલ સીડર વિનેગર અને 1/4 પાણી લેવાનું છે. ત્યારપછી એક તપેલીમાં પાણી લો અને તેને  હૂંફાળું ગરમ કરો. ત્યાર પછી તેમાં 1/3 કપ ઓર્ગેનિક એપલ સીડર વિનેગર ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો. 
 
જ્યારે પણ તમે વાળને શેમ્પૂ કરો ત્યારબાદ વાળ પર આ પાણીનો સ્પ્રે કરવો. તેને લગભગ 1-3 મિનિટ માટે તમારા વાળ પર રહેવા દો. પછી ઠંડા પાણીની મદદથી તમારા વાળ ધોઈ લો. જો તમે અઠવાડિયામાં બે વાર તમારા વાળમાં આ મિશ્રણ લગાવો તો તેનાથી વાળની ડ્રાયનેસ ઓછી થવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)