ઝી મીડિયા/બ્યૂરો :ઘણી વાર એવુ બને છે કે આપણી નજર સામે ઘણી બાબતો હોય છે, પણ તે આપણને દેખાતી નથી. ક્યારેય નજર સામે દેખાતી વસ્તુઓ પણ દેખાતી નથી. જેને ઈલ્યુઝન કહેવાય છે. કેટલીક તસવીરો એવી હોય છે જે માણસને ભરમાવી દેતી હોય છે. માણસને સાચા અને ખોટાનો ભેદ દેખાયો નથી. આવી જ એક તસવીર વાયરલ (viral photo) થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સોશિયલ મીડિયા (social media) પર હાથીની એક તસવીર વાયરલ થઈ છે. જેમાં આ તસવીરમાં કેટલા હાથી છે તેનુ કન્ફ્યૂઝન છે. આ તસવીરમાં કેટલા હાથી છે તે તેનો જવાબ આપતા આપતા તમારુ માથુ ચકરાઈ જસે. તમે આખી તસવીર જોયા પછી ચાર જવાબ આપશો, તો તમે ખોટા છો. 



સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો ચાર હાથી જવાબ આપે છે. પરંતુ હકીકતમાં આ તસવીરમાં ચાર નહિ, પણ છ હાથી છે. આ તસવીર પર જવાબ આપનારાઅનેક લોકો ખોટા સાબિત થઈ રહ્યા છે. તેથી હવે માર્ક કરેલા નંબરમાં જોઈ લો કે હકીકતમાં કેટલા હાથી છે.