Dubai Visit: દુબઈ જવું હવે ભારતીયો માટે સામાન્ય બની ગયું છે. લોકો રજાઓ દરમિયાન ફરવા માટે જે દેશોને પ્રાથમિકતામાં રાખે છે, તેમાં દુબઈ સામેલ છે. પરંતુ હવે દુબઈ ફરવું એટલું સરળ નહીં હોય. ખાસ કરીને જેઓ તેમના પરિવાર સાથે ત્યાં રહેવાનું આયોજન કરી રહ્યા છે, અથવા જેમના સંબંધીઓ દુબઈમાં રહે છે અને તેમની મુલાકાત લેતા રહે છે. આવા લોકોએ હવે વિઝા માટે અરજી કરતી વખતે ઘણા દસ્તાવેજો આપવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાનનો ભાડા કરાર પણ આપવાના રહેશે.
તે લોકો કે જેઓ દુબઈ પ્રવાસ દરમિયાન કોઈ મિત્ર, પરિવાર અથવા સંબંધીના સ્થળે રહેવાનું વિચારી રહ્યા છે, તો તમારે ઘણા દસ્તાવેજો આપવા પડશે. આ લોકોએ વિઝા માટે અરજી કરતી વખતે ભાડા કરાર, એમિરેટ્સ આઈડી, રહેઠાણ વિઝાની નકલ અને સંપર્ક માહિતી પ્રદાન કરવાની રહેશે. જ્યારે, ભારતીય પ્રવાસીઓએ હોટેલ બુકિંગ દસ્તાવેજો અને રિટર્ન ટિકિટની વિગતો પણ ફરજિયાતપણે પ્રદાન કરવી પડશે.


8 ડિસેમ્બરથી લાગૂ થઈ જશે નિયમ
વિઝાની સાથે આ નવા દસ્તોવેજોને સંલગ્ન કરવાનો નિયમ 8 ડિસેમ્બરથી લાગૂ થઈ જશે. 8 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી દુબઈ શોપિંગ ફેસ્ટિવલ રહેશે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જાય છે. નવા નિયમો હજુ પણ હોટલોમાં રોકાતા પ્રવાસીઓ માટે સરળ છે, પરંતુ વાસ્તવિક પડકાર તે લોકો માટે છે જેઓ સંબંધીઓ સાથે જશે અને રોકાશે. આ તમામ વધારાના દસ્તાવેજો એકત્રિત કરવા તેમના માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે.


ખિસ્સા પર ભારે પડશે દુબઈ ટ્રિપ
જાહેર છે કે જે લોકો પોતાના સંબંધી કે પરિવારના આ તમામ ડોક્યૂમેન્ટ્સ ભેગા નહીં કરી શકે, તેમણે હોટલમાં રોકાવું પડશે. તેનાથી તેમની ટ્રિપનો ખર્ચો ખાસ્સો એવો વધી જશે. કારણ કે દુબઈમાં હોટલમાં રોકાવવાનો ખર્ચ એક રાત માટે 20,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. તેના કારણે ઘણા લોકો દુબઈમાં પોતાના પરિચિતો, દોસ્તો કે પરિવારની સાથે રોકાવવાને પ્રાથમિકતા આપે છે.  જ્યારે મેજબાન આઈડી જેવા સંવેદનશીલ દસ્તાવેજ ભેગા કરવામાં હિચકિચાહટ મહેસૂસ કરશે, જેના કારણે લોકોને હોટલમાં રોકાવું પડશે. એવામાં લોકોને દુબઈ ફરવું, શોપિંગ કરવાના બજેટમાં ઘટાડો કરવો પડી શકે છે.


પર્યટકોમાં ઘટાડો
આ નવા નિયમોના કારણે દુબઈ જનાર લોકોની સંખ્યામાં ઘટાડો થવાની ખુબ સંભાવના છે. આ નિયમ તે સમયે આવ્યો છે, જ્યારે ક્રિસમસ અને ન્યૂ ઈયરના મોકા પર મોટી સંખ્યામાં ભારતીય દુબઈ જાય છે. દસ્તાવેજોના કારણે ઘણા લોકોને હવે પોતાનો દુબઈ જવાનો પ્લાન પણ કેન્સલ કરવો પડી શકે છે.