નવી દિલ્હીઃ ત્વચાને સુંદર બનાવવા માટે આપણે હંમેશા ઘરેલુ ઉપચારની વાત કરીએ છીએ. કેટલાક કહે છે કે દહીં ચહેરા પર લગાવવું જોઈએ, તો કેટલાક હળદર લગાવવાની વાત કરે છે. પરંતુ આપણે હંમેશા તે વિટામિન્સને ભૂલી જઈએ છીએ, જે ખરેખર સ્વસ્થ અને સુંદર ત્વચા માટે જવાબદાર છે. આ વિટામિન્સ ત્વચાને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, જે શુષ્કતા, ડાઘ, કરચલીઓ વગેરે ઘટાડવામાં મદદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટામિન સી:
વિટામિન-સી ત્વચા માટે સૌથી મહત્વનું વિટામિન છે. જે કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. આ કોલેજન કરચલીઓ અને શુષ્કતા સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. વિટામિન સી મેળવવા માટે લીંબુ, નારંગી, બ્રોકોલી જેવા ખોરાકનું સેવન કરી શકાય છે.


વિટામિન ઈ:
વિટામિન-સીની જેમ, વિટામિન-ઇ પણ એન્ટીઓકિસડન્ટ છે. જે શુષ્કતા સાથે ત્વચાની બળતરા સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આ પ્રાપ્ત કરવા માટે બદામ અને સૂર્યમુખીના બીજનું સેવન કરી શકાય છે.


વિટામિન ડી:
ત્વચાને સૂર્યપ્રકાશથી વિટામિન ડી મળે છે. જે યોગ્ય સ્કિન ટોન જાળવવામાં મદદ કરે છે. આ સિવાય, આ વિટામિન પણ સોરાયિસસ જેવા ચામડીના ઈન્ફેક્શનની સારવારમાં અસરકારક સાબિત થયું છે. વિટામિન ડી મેળવવા માટે, સવારે અને સાંજે સૂર્યપ્રકાશ લઈ શકાયછે.  સાથે સેલ્મોન, ટ્યૂના જેવી માછલીનું સેવન પણ ફાયદાકારક હોઈ શકે છે.


વિટામિન કે:
ત્વચાના ઘાને ઝડપથી મટાડવા અને તેના નિશાન દૂર કરવા માટે વિટામિન-કે જરૂરી છે. તે ઘણી ટોપિકલ ક્રિમમાં સામેલ છે. આ વિટામિનને કુદરતી રીતે લેવા માટે  પાલક, કોબી જેવા ખોરાકનું સેવન કરી શકાય છે.