નવી દિલ્હીઃ લાંબી ઉંમર માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલને અપનાવવી જરૂરી છે. ખાણી-પીણી અને અનહેલ્થી આદતોનું અસર સીધું માણસની જિંદગી પર પડે છે. એક નવા અભ્યાસ મુજબ, રોજના 7000 સ્ટેપ્સ ચાલવાથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો 50થી 70 ટકા સુધી ઘટી જાય છે. આ અભ્યાસ JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થઈ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિઝિકલ એક્ટિવિટી એપિડેમાયોલોજિસ્ટ અને સ્ટડીના પ્રમુખ લેખલ અમાંડા પલુચે જણાવ્યું કે 10,000થી વધુ સ્ટેપ્સ ચાલવા અથવા ઝડપથી ચાલવાથી કોઈ પણ પ્રકારનો અતિરેક્ત લાભ મળતો નથી. તેમણે 10,000 સ્ટેપ્સ ચાલવા પર જાપાની પેડોમીટર માટે આશરે એક દસ્કા જૂના માર્કટિંગ કેમ્પેઈનનો ભાગ ગણાવ્યો.

આ માટે શોધકર્તાઓએ કોરોનરી આર્ટરી રિસ્ક ડેવલોપમેન્ટ ઈન યંગ એડલ્ટ સ્ટડી પાસેથી ડેટા લીધો છે, જે વર્ષ 1985માં શરૂ થઈ હતી અને આના પર શોધ યથાવત છે. 38થી 50 વર્ષની ઉંમરના આશરે 2100 વોલન્ટિયર્સને 2006માં એક્સીલરોમીટર પહેરાવાયું હતું. ત્યારબાદ તેમની તંદુરસ્તીને આશરે 11 વર્ષ સુધી મોનિટર કરવામાં આવ્યું.

ત્યારબાદ 2020-21માં તે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને આમાં સામેલ વોલંટિયર્સને 3 અલગ અલગ ગ્રુપ્સમાં બાંટવામાં આવ્યા. પહેલા લો સ્ટેપ વોલ્યુમ(રોજના 7000થી ઓછા સ્ટેપ્સ), બીજા મોડરેટ(7000-9000 સ્ટેપ્સ) અને ત્રીજા હાઈ(10,000થી વધુ સ્ટેપ્સ).

આ અભ્યાસના આધાર પર વિશેષજ્ઞોએ જણાવ્યું કે રોજના 7000-9000 સ્ટેપ્સ ચાલતા વોલંટિયરના આરોગ્યને ઘણો ફાયદો થયો છે. જો કે પ્રતિદિવસ 10,000થી વધુ સ્ટેપ્સ ચાલનારા લોકોના આરોગ્યને કોઈ ખાસ લાભ મળ્યો નથી. શોધકર્તાઓએ અભ્યાસ થકી જાણ્યું કે રોજ 7000 સ્ટેપ્સ ચાલતા લોકોમાં કોઈ પણ કારણથી મોતનો ખતરો 50-70 ટકા સુધી ઘટી જાય છે.