Most Beautiful Villages: દુનિયાભરમાં માત્ર ભારત એક એવો દેશ છે જ્યાં તમને અલગ અલગ ભાષા, અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ રીત રિવાજોની વિવિધતા જોવા મળે છે. અલગ અલગ સંસ્કૃતિ અને પ્રકૃતિની મજા માણવી હોય તો શહેરની દોડધામ ભરેલી જીવનશૈલીમાંથી બ્રેક લઈને ભારતના ગામડાને એક્સપ્લોર કરવા જોઈએ. જો તમે પણ ફરવાના શોખીન છો અને શહેરની સવારે નવથી પાંચની દોડધામ ભરેલી જિંદગીમાંથી બ્રેક લેવા માંગો છો તો આજે તમને ભારતમાં સૌથી સુંદર ગામડા વિશે જણાવીએ. તમે રજાઓ લઈને ભારતના સૌથી સુંદર ગામની મુલાકાત લઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:આ છે ભારતના ભૂતિયા હાઈવે, કોઈપણ સમયે થઈ જાય ભૂતનો ભેટો, રસ્તા પર દેખાય છે ઉડતા ફાનસ


કસોલ


કસોલ હિમાચલ પ્રદેશના કેટલાક સુંદર સ્થળોમાંથી એક છે. આ એક ગામ છે જે પણ પાર્વતી નદીના કિનારે વસેલું છે. અહીં તમે ટ્રેકિંગ, કેમ્પિંગની મજા લઇ શકો છો. 


નુબ્રા વેલી


લદાખમાં આવેલી નુબ્રા વેલી સૌથી સુંદર ઘાટી છે. આ ઘાટી કારગીલ અને લેહની વચ્ચે આવેલી છે. નુબ્રા વેલી પોતાની પ્રાકૃતિક સુંદરતા અને બરફના પહાડો માટે પ્રસિદ્ધ છે. અહીં ઘણી મોનાસ્ટ્રી અને ધાર્મિક સ્થળ આવેલા છે.


આ પણ વાંચો: ગુજરાતમાં જ થાઈલેન્ડ જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ અહીં, શિયાળામાં ફરવા માટે બેસ્ટ


મુન્નાર


મુન્નાર કેરળનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. મુન્નારમાં તમને ચારે તરફ ચાના બગીચાની સુંદરતા જોવા મળશે. જો તમે શહેરની ભીડભાળ અને ઘોંઘાટથી કંટાળી ગયા છો તો મુન્નારની મુલાકાત લેજો અહીં તમે શહેરની દોડધામને ભૂલી જશો એટલી શાંતિ મળશે.


જીરો


અરુણાચલ પ્રદેશની જીરો ઘાટી પણ સુંદર જગ્યા છે. અહીં દર વર્ષે જીરો મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન પણ થાય છે. જેમાં દુર દુરથી લોકો આવે છે. અહીંની સુંદરતા તમારું મન મોહી લેશે.


આ પણ વાંચો: આ હાઈવે પસાર કરતાં રસ્તા નજીક દેખાય અજાણી સ્ત્રી તો ધ્યાન ન આપતા તેના પર, નહીં તો...


ખજ્જિયાર


હિમાચલ પ્રદેશમાં આવેલી આ જગ્યાને ભારતનું નાનું સ્વીઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. જો તમે શાંતિ અને પ્રાકૃતિક સુંદરતાને માણવા માંગો છો તો ખજ્જિયારથી સારી અન્ય કોઈ જગ્યા નથી. ભારતના બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશનમાંથી આ જગ્યા એક છે. 


પંગોટ


નૈનીતાલ થી 45 મિનિટ દૂર આવેલું પંગોટ ઉત્તરાખંડનું સુંદર ગામ છે. અહીં તમને નૈનીતાલ કરતા પણ વધારે શાંતિની અનુભૂતિ થશે. આ જગ્યા તેની નેચરલ બ્યુટી અને પક્ષીઓ માટે ફેમસ છે.


આ પણ વાંચો: પટૌડી પેલેસને ટક્કર મારે તેવા ભવ્ય અને સુંદર પેલેસ છે ગુજરાતમાં, તસવીરોમાં જુઓ ઝલક