દીપિકા પાદુકોણની સ્કીન જેવો ગ્લો મેળવવો હોય તો ટ્રાય કરો આ ફેસપેક, તહેવારોમાં બનશો આકર્ષણનું કેન્દ્ર
Skin Care: બોલીવુડ એક્ટ્રેસની ક્લિયર સ્કીન જોઈને દરેક વ્યક્તિને ઈચ્છા થાય કે તેની સ્કિન પણ એવી જ ગ્લોઈંગ અને યંગ દેખાય. જો તમને પણ તહેવારોની આ સિઝનમાં ખૂબસૂરત ત્વચા મેળવવી હોય તો તેના માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટની જરૂર નહીં પડે. આજે તમને બોલીવુડની અભિનેત્રીઓ પણ જે ફેસપેકને યુઝ કરે છે તેના વિશે જણાવીએ.
Skin Care: બોલીવુડ એક્ટ્રેસની ક્લિયર સ્કીન જોઈને દરેક વ્યક્તિને ઈચ્છા થાય કે તેની સ્કિન પણ એવી જ ગ્લોઈંગ અને યંગ દેખાય. જો તમને પણ તહેવારોની આ સિઝનમાં ખૂબસૂરત ત્વચા મેળવવી હોય તો તેના માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટની જરૂર નહીં પડે. આજે તમને બોલીવુડની અભિનેત્રીઓ પણ જે ફેસપેકને યુઝ કરે છે તેના વિશે જણાવીએ.
બોલીવુડની અભિનેત્રીઓ પોતાની ત્વચાની સંભાળ માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટને બદલે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તમે પણ આ દેશી નુસખા અપનાવીને ફ્રેશ અને નેચરલ લુક પ્રાપ્ત કરી શકો છો. આ ખાસ પેક લગાડવાથી ત્વચા ગ્લોઈંગ અને ચમકતી દેખાશે.
ગ્લોઈંગ સ્કીન માટેના ફેસપેક
આ પણ વાંચો:
Tulsi Benefits: ખરતા વાળની સમસ્યા દુર કરશે તુલસીના પાન, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
Skin Care: ફેસ વોશને બદલે વાપરો આ નેચરલ વસ્તુઓ, 5 મિનિટમાં ગોરી ગોરી દેખાશે ત્વચા
મજબૂત અને કાળા વાળ માટે અઠવાડિયામાં એકવાર લગાવો આ પેસ્ટ, 15 દિવસમાં જ દેખાશે રિઝલ્ટ
1. એક વાટકીમાં બે ચમચી ચંદન પાવડર અને વિટામિન ઈની કેપ્સુલ ઉમેરો. તેમાં થોડું દૂધ અને હળદર ઉમેરી પેસ્ટ બનાવી તેને 20 મિનિટ માટે ચહેરા પર લગાવો. ત્યાર પછી ચહેરાની હૂંફાળા પાણીથી સાફ કરી લો. આ ફેસપેક લગાડવાથી ચહેરા પરથી ખીલ અને એકને દૂર થશે.
2. જો તમારી આ સ્કીન પર બેટ સ્કીન વધી ગઈ હોય અને તેના કારણે ચહેરા પર ડ્રાઇનેસ દેખાતી હોય તો બે મોટી ચમચી દહીં લઈ તેમાં એક ચપટી હળદર અને એક ચમચી મધ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર બરાબર રીતે લગાડો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
3. જો તમારી સ્કિન ડ્રાય છે અને તમારે સ્કીન પર રંગત લાવવી છે તો એક ચમચી ચણાનો લોટ લઈ તેમાં એક ચમચી મલાઈ અને એક ચપટી હળદર ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર લગાડો અને 20 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)