Beach Destinations: ગુજરાતમાં ઘણા એવા શહેર આવેલા છે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ટુરિસ્ટ ફરવા આવે છે. ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારે આવેલી જગ્યા પર શિયાળા દરમિયાન લોકોની ભીડ જોવા મળે છે. આજે તમને ગુજરાતના આવા જ પાંચ દરિયા કિનારા વિશે જણાવીએ જ્યાં તમે શિયાળા દરમિયાન ફરવા જઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરવાના શોખીન માટે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો બેસ્ટ હોય છે. ઠંડીમાં ફરવાની અલગ જ મજા હોય છે. જો તમે પણ ફરવાના શોખીન હોય અને લોંગ વિકેન્ડમાં તમારે પણ ફરવા જવું હોય તો ગુજરાતના જ પાંચ બેસ્ટ બીચ વિશે તમને જણાવીએ. ગુજરાતના આ પાંચ બીચ એવા છે જ્યાં ફરવાથી તમને વિદેશમાં ફરવા ગયા હોય તેવો અનુભવ થશે. અહીંના દરિયા કિનારા વિદેશના દરિયા કિનારાને ટક્કર મારે તેવા છે. 


આ પણ વાંચો: આ હાઈવે પસાર કરતાં રસ્તા નજીક દેખાય અજાણી સ્ત્રી તો ધ્યાન ન આપતા તેના પર, નહીં તો...


માંડવી બીચ


જો તમને દરિયા કિનારે શાંતિથી બેસી અને સુરજને ડૂબતા જોવાનો નજારો માણવો હોય તો ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન ને ભૂલી જાવ તેવો બીચ કચ્છનો માંડવી બીચ. અહીંની સુંદરતા તમારું મન મોહી લેશે.. લોંગ વિકેન્ડમાં ફરવા જવા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે.


ગોપીનાથ બીચ


ભાવનગરમાં આવેલો ગોપીનાથ બીચ તેની સુંદરતાની સાથે સ્વચ્છતા માટે પણ ફેમસ છે. અહીં દરિયા કિનારે પથ્થરો આવેલા છે. વિદેશી પક્ષીઓ પણ શિયાળા દરમિયાન અહીં જોવા મળે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ જગ્યાએ ફરવાનું મિસ ન કરવું જોઈએ


આ પણ વાંચો: 40 પછીની ઉંમરે પણ દેખાવથી રહેવું હોય મલાઈકા જેવું તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ


બેટ આઇલેન્ડ


કચ્છની ખાડી નજીક બેટ આઇલેન્ડ નામથી એક જગ્યા આવેલી છે. સફેદ રેતીના દરિયાકિનારે સુંદર મંદિર આવેલા છે. અહીંથી તમને કોરલ રિફ્સ પણ જોવા મળશે. અહીં તમે વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સાથે જ એડવેન્ચર એક્ટિવિટીનો લાભ પણ ઉઠાવી શકો છો.


નાગોવા બીચ


નાગોવા બીચ પર ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં તમને થાઈલેન્ડ ગયા હોય તેવો અનુભવ થશે. આ બીચ ઘોડાની નાળના આકારનો છે. અહીંની સુંદરતા તમારું મન મોહી લેશે. આ બીચ પર મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ જોવા મળે છે.


આ પણ વાંચો: ઝડપથી ઓછું કરવું હોય વજન તો આ 3 વસ્તુ ખાવાનું ટાળો, 30 દિવસમાં ફેટમાંથી ફિટ થઈ જશો


ચોરવાડ બીચ


ચોરવાડ બીચ ગુજરાતનું ફેમસ બીચ ડેસ્ટિનેશન છે. જોકે આ જગ્યા થોડી ખતરનાક છે. પરંતુ તેની સુંદરતા તમને એક યાદગાર અનુભવ કરાવશે.