Cold Water Benefits: સવારના સમયે કરેલા કેટલાક કામથી આખો દિવસ તાજગી અને આરામ અનુભવાય છે. આવા કામમાંથી એક છે સવારે જાગીને ઠંડા પાણીથી ચહેરો ધોવો. સવારે ઊંઘ કરીને જ્યારે આપણે જાગીએ છીએ તો ચહેરા પર ભારેપણું અને સોજા જેવી અનુભૂતિ થાય છે. તેવામાં જો તમે ઠંડા પાણીથી ચહેરો સાફ કરો છો તો તેનાથી ત્વચાને જબરદસ્ત ફાયદા થાય છે. તો ચાલો તમને જણાવીએ સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી કેટલા ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડા પાણીથી ચહેરો ધોવાથી થતા લાભ


આ પણ વાંચો: ટાલમાં પણ 1 મહિનામાં ઉગવા લાગશે નવા વાળ, અઠવાડિયામાં 2 વાર માથામાં લગાડો આ વસ્તુ


વધતી ઉંમરની અસર ઓછી થાય છે


જેમ જેમ ઉંમર વધે તેમ ત્વચા પર તેની અસર દેખાવાની જ છે. પરંતુ જો તમે સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાની શરૂઆત કરી દેશો તો ચહેરા પર રક્ત સંચાર સારી રીતે થવા લાગશે. પરિણામે એજિંગની પ્રક્રિયા સ્લો થઈ જશે. જો તમે રોજ આ કામ કરો છો તો ત્વચા વધારે યુવાન અને ગ્લોઇંગ દેખાય છે. 


આ પણ વાંચો: પેટની લટકતી ચરબીને ઝડપથી ઓગળશે 1 ચમચી હળદર, જાણો કેવી રીતે અને કયા સમયે ખાવી હળદર


પોર્સ બંધ થાય છે


ઘણા લોકોના ચેહરા પર ખાડા ખાડા દેખાય છે. આ સમસ્યા પણ ઠંડા પાણીથી ચહેરો ધોવાની શરૂઆત કરશો એટલે દૂર થઈ જશે. સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવામાં આવે તો સ્કીનના મોટા પોર્સ બંધ થઈ જાય છે. જેના કારણે ચહેરાની સ્કીન એક સમાન દેખાય છે.


સોજો ઉતરે છે


ઘણા લોકો સવારે જાગે તો ચહેરા પર સોજો દેખાય છે.. ખાસ કરીને આંખની આસપાસ ત્વચા ફુલેલી હોય છે. જો તમે ઠંડા પાણીથી ચહેરો સાફ કરો છો તો આ સમસ્યા દૂર થવા લાગશે અને સ્કીન ટાઈટ થશે. 


આ પણ વાંચો: How to Apply Perfume: આ જગ્યાએ પરફ્યુમ લગાડશો તો આખો દિવસ આવશે સુગંધ, જાણો સાચી રીત


ટેનિંગ થશે દુર


ઠંડા પાણીથી ચહેરો સાફ કરવામાં આવે તો સૂર્યના હાનિકારક કિરણોના પ્રભાવથી બચી જવાય છે. ઠંડા પાણીથી ચહેરો ધોશો તો ત્વચા પર જામેલી મૃતકોષિકાઓ ધીરે ધીરે દૂર થવા લાગશે. જેના કારણે ત્વચા પર નિખાર દેખાશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)