Water Bottle: ટોયલેટ સીટ કરતાં વધારે બેક્ટેરિયા હોય છે પાણીની બોટલમાં, જાણો કેવી રીતે ક્લીન કરવી રોજ વપરાતી બોટલ
Water Bottle Cleaning Tips: રોજ ઉપયોગમાં લેવાતી પાણીની બોટલને જો થોડા થોડા દિવસોમાં સાફ કરવામાં ન આવે તો તે બીમારીનું કારણ બની શકે છે. કારણ કે તેમાં ખતરનાક બેક્ટેરિયા બનવા લાગે છે.
Water Bottle Cleaning Tips: તમે જે પાણી પીવાની બોટલને પોતાની સાથે રાખો છો અને દિવસ દરમિયાન જેમાંથી પાણી પીવો છો તે બોટલ બેક્ટેરિયાથી ભરેલી પણ હોઈ શકે છે. વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ હકીકતમાં રિયુઝેબલ વોટર બોટલમાં ખતરનાક બેક્ટેરિયા બનવા લાગે છે. જો સમયે તેને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો આવી બોટલમાં ટોયલેટ સીટ કરતા પણ વધારે ખતરનાક બેક્ટેરિયા બની જાય છે.
આ પણ વાંચો: Weight Loss: જાણો મહેનત કર્યા વિના વજન ઘટાડવાની સૌથી સરળ રીત, બસ આ 2 કામ કરો રોજ
તાજેતરમાં થયેલા અધ્યયન અનુસાર એક રીયુઝેબલ વોટર બોટલ માં 20.8 મિલિયન કોલોની ફાર્મિંગ યુનિટ બેક્ટેરિયા હોઈ શકે છે. જો બોટલની ઉપર સ્પાઉટ ટોપ કે સ્કૂ ટોપ ઢાંકણું હોય તો આ સંખ્યા 30 મિલિયન સુધીની પણ હોઈ શકે છે. આ સંખ્યા ટોયલેટ સીટ પર રહેલા બેક્ટેરિયા કરતા પણ વધારે છે.
આ પણ વાંચો: Hair Color: હેર કલર કરાવ્યા પછી બસ આ ટીપ્સ ફોલો કરશો તો લાંબા સમય સુધી ટકશે કલર
સંશોધનમાં સામે આવ્યું કે બોટલમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય છે. ગ્રામ નેગેટિવ બેકટેરિયા અને બેસિલસ આ બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી સંક્રમણ અને પેટની ગંભીર બીમારી થઈ શકે છે. અધ્યયનમાં એવું પણ સામે આવ્યું કે રીયુઝેબલ વોટર બોટલમાં બેક્ટેરિયા વધવાનું કારણ બોટલની યોગ્ય ટેમ્પરેચરમાં સફાઈ ન થવી છે. જો બોટલને રૂમ ટેમ્પરેચર પર સાફ કરીને છોડી દેવામાં આવે તો બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. તેથી જરૂરી છે કે બોટલને યોગ્ય ટેમ્પરેચર પર સાફ કરવામાં આવે.
આ પણ વાંચો: Stretch Marks: વજન ઘટે પછી દેખાતા સ્ટ્રેચ માર્ક્સને દુર કરવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય
એક્સપર્ટ જણાવે છે કે પાણીની બોટલને હંમેશા ગરમ પાણીથી ધોવી જોઈએ. વોટર બોટલને ધોવા માટેના પાણીનું તાપમાન 60॰ સેલ્સિયસથી ઉપરનું હોવું જરૂરી છે. આ ટેમ્પરેચર પર બોટલ ધોવાથી બેક્ટેરિયા મરી જાય છે. બોટલ ધોવા માટે ડિશ વોશિંગ લિક્વિડનું ઉપયોગ પણ કરી શકાય છે. બોટલમાં ગરમ પાણી ભરીને તેને 10 મિનિટ માટે છોડી દેવી. ત્યાર પછી બોટલને ખાલી કરી તડકે સુકાવો. જો બોટલ વધારે ખરાબ થઈ ગઈ હોય તો એક વાસણમાં પાણી ભરી તેમાં વિનેગર ઉમેરો. આ મિશ્રણમાં 24 કલાક સુધી બોટલને પલાળી રાખો. ત્યાર પછી ગરમ પાણીથી બોટલને સાફ કરીને સૂકવી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)