Weight Loss: બોલીવુડ સેલિબ્રિટીની વેઇટ લોસ જર્ની ઘણી વખત સામાન્ય લોકો માટે પણ પ્રેરણાનું કામ કરે છે. તેમના ટ્રાન્સફોર્મેશનને જોઈને લોકોને પણ હિંમત મળે છે કે ખરેખર વજન ઘટાડવું સરળ અને શક્ય છે. આજે તમને અભિનેત્રી ભૂમિ પેડનેકરનીના વેટ લોસ સિક્રેટ વિશે જણાવીએ. ભૂમિ પેડનેકરે તેની પહેલી ફિલ્મ માટે 35 કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મ પછી તેણે એક ખાસ ડ્રિંકનું સેવન કરીને 35 કિલો વજન ગણતરીના દિવસોમાં જ ઘટાડી પણ લીધું. આજે તમને ભૂમિ પેડનેકરની વેઇટ લોસ જર્નીના આ સિક્રેટ ડ્રીંક વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:શરીરમાં ઘોડા જેવી તાકાત અને યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે 5 એન્ટી એજિંગ જડીબુટ્ટી


અભિનેત્રી ભૂમિ પેડનેકરરે તેની પહેલી ફિલ્મ દમ લગા કે હઈશા પછી વજન ઘટાડ્યું હતું. તેણે વજન ઘટાડવા માટે પોતાની ડાયટમાં ખાસ ફેરફાર કર્યા અને વર્કઆઉટ કરીને શરીરને સ્વસ્થ રાખી વજન ઘટાડ્યું. પોતાના ટ્રાન્સફોર્મેશન વિશે અપડેટ આપતા અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આ ખાસ ડ્રિંક વિશે જણાવ્યું હતું. અભિનેત્રી ભૂમિ પેડનેકરે જણાવ્યું હતું કે 35 કિલો વજન ઓછું કરવાની વેટ લોસ જર્નીમાં ઘી વાળી કોફી એ સૌથી વધુ મદદ કરી.


આ પણ વાંચો: Lizards: અજમાવો આ દેશી નુસખા, ગણતરીની મિનિટોમાં જ ગરોળી ભાગી જશે ઘરમાંથી


ઘીવાળી કોફી


ઘીવાળી કોફીને બુલેટ પ્રુફ કોફીના નામથી પણ ઓળખવામાં આવે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે આ એક લોકપ્રિય અને અસરકારક વજન ઘટાડતું પીણું છે. નામ સાંભળીને ઘણા લોકોને આ વિચિત્ર કોમ્બિનેશન લાગતું હશે પરંતુ વજન ઘટાડવા માટે આ સૌથી બેસ્ટ ડ્રિંક છે. તમે ઘી વાળી કોફીને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો અને અસરકારક રીતે વજન ઘટતું જોઈ શકો છો. સૌથી ખાસ વાત એ છે કે આ કોફી સ્વાદિષ્ટ પણ લાગે છે.


આ પણ વાંચો: "અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુઓ.." નથી જોઈ આ જગ્યાઓ તો જીવતર એળે ગયું


ઘીવાળી કોફી પીવાના ફાયદા


ઘીમાં કેલેરી વધારે હોય છે. જોકે આ કેલરી શરીરને આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખવામાં મદદ કરે છે. ઘીમાં રહેલ ફેટી એસિડ મગજને વધારે સતર્ક બનાવે છે. 


હાર્ટ રહે છે હેલ્ધી


ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. ઘીમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયની બીમારી થવાનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: ડિસેમ્બરમાં ફરવા માટે જૂનાગઢને બનાવો નેક્સ્ટ ડેસ્ટિનેશન, આ જગ્યાઓ જોઈ કહેશો Wow...


પાચનતંત્ર સ્વસ્થ રહે છે.


ઘીમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘીમાં રહેલા ફેટી એસિડ કબજિયાત અને અન્ય પાચન સંબંધિત સમસ્યાને રોકવામાં મદદ કરે છે.


ત્વચા માટે ફાયદાકારક


ઘીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે. ઘીનું ફેટી એસિડ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખે છે અને કરચલીઓ રોકવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: શિયાળાની ખરેખરી મજા માણવી હોય તો ઘરે ટ્રાય કરો અસ્સલ કાઠિયાવાડી ઉંધીયુ, નોંધી લો રીત


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)