અત્યારની લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે ધમાધમવાળા જીવનમાં ખાણી પીણીનું ધ્યાન રહેતું નથી અને વજન વધવાની સમસ્યા સતાવવા લાગે છે. વધેલુ વજન હેલ્થ માટે તો નુકસાનકારક બની જ શકે છે પરંતુ સાથે સાથે તે તમારી સુંદરતા પણ બગાડે છે. તમને અંદરથી નબળા કરે છે. અનેક બીમારીઓનું જોખમ પણ વધે છે. આવામાં તમારે વજન કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા તમારા ડાયેટ પ્લાન પર ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને જે લોકો ખાવા પીવાના શોખીન હોય તેમના માટે વજન ઘટાડવું મુશ્કેલ બનતું હોય છે. જો તમારે 10થી 15 કિલો વજન ઘટાડવું હોય તો આ ડાયેટ પ્લાન અજમાવવા જેવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કરવી  દિવસની શરૂઆત
હેલ્ધી શરૂઆત તમારા વેઈટ લોસમાં મદદગાર સાબિત થાય છે. જે સૌથી વધુ જરૂરી છે. તમારે સવારે ઉઠીને સૌથી પહેલા ખાંડ અને દૂધવાળી ચા પીવાની જગ્યાએ આદુનું ગરમ પાણી પીવું જોઈએ. તે પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે સાથે તમારું શરીર ડિટોક્સિફાય કરે છે. 


નાશ્તો
ઉઠીને લગભગ અડધાથી એક કલાક બાદ તમે નાશ્તો કરી લો. સવારે નાશ્તામાં તમે ઘરમાં ઓછા તેલમાં બનેલા પૌઆ, ઉપમા, ઈડલી, ઢોસા જેવી ચીજો ખાઈ શકો છો. આ ઉપરાંત ઈચ્છો તો ઓટ્સ, એગ, મૂસલી, કે સ્પ્રાઉટ પણ ડાયેટમાં સામેલ કરી શકો છો. સવારે નાસ્તામાં તમે એક ફ્રૂટ, સલાડ પણ સામેલ કરો. 


લંચ
બપોરનું ભોજન તમે 1 થી 1.30 વાગ્યા વચ્ચે કરી શકો છો. તમે એક વાટકી દાળ, એક વાટકી શાકભાજી, એકથી દોઢ વાટકી સલાડ અને  એક રોટલી કે થોડા બ્રાઉન રાઈસને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. 


લંચ પછી
ભોજન કર્યા બાદ તેને યોગ્ય રીતે પચાવવા માટે તમે ભોજન કરીને અડધો કે 1 કલાક બાદ છાશ પી શકો છો. તેમાં કેલરીની ઓછી માત્રા હોય છે અને ફેટ પરસન્ટેજ પણ ખુબ ઓછા હોય છે. આ સાથે જ તે તમને હાઈડ્રેટ રાખવા અને એનર્જેટિક બનાવી રાખવામાં મદદ કરે છે. 


ડિનર
ડિનર દીવસનું અંતિમ મીલ હોય છે. તમારે તમારા ડિનરમાં ખુબ જ લાઈટ ભોજન સામેલ કરવું જોઈએ. તેને તમે 7 થી 8 વાગ્યા વચ્ચે લો. તમે ઈચ્છો તો ડિનરમાં ક્લિયરનો સૂપ પી શકો છો. આ સિવાય ચિકન સૂપ કે વેજિટેબલ્સવાળો કોઈ હેલ્ધી સૂપ પી પણ સામેલ કરી શકો છો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)