Weight Loss: આ 3 ભૂલોના કારણે વજન ઘટવાનું બંધ થાય છે, નિષ્ણાતોએ જણાવી આ Tricks
ફિટ અને સ્લિમ બોડી માટે વજન ઘટાડી રહેલા લોકો સાથે ઘણીવાર એવી પરિસ્થિતિ બને છે, કે વજન ઘટાડતી વખતે, તેમનું વજન ઘટવાનું અચાનક બંધ થઈ જાય છે. હકીકતમાં, વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી અને સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત થોડુ વજન ઓછુ કરવાના આપણા પ્રયાસમાં પણ ક્યાંકને ક્યાંક કોઈ કમી રહી જાય છે.
નવી દિલ્લીઃ ફિટ અને સ્લિમ બોડી માટે વજન ઘટાડી રહેલા લોકો સાથે ઘણીવાર એવી પરિસ્થિતિ બને છે, કે વજન ઘટાડતી વખતે, તેમનું વજન ઘટવાનું અચાનક બંધ થઈ જાય છે. હકીકતમાં, વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી અને સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત થોડુ વજન ઓછુ કરવાના આપણા પ્રયાસમાં પણ ક્યાંકને ક્યાંક કોઈ કમી રહી જાય છે. આપણે કેટલીક સામાન્ય ભૂલ કરી બેસીએ છે, જેના કારણે વજન ઘટવાનું બંધ થઈ જાય છે. અહીં ન્યુટ્રિશન એક્સપર્ટ સામાન્ય ત્રણ ભૂલ વિશે વાત કરે છે. જે તમારુ વજન મેન્ટેઈન રાખવામાં અને ટાર્ગેટ ગોલ અચીવ કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ ત્રણ ભૂલ વિશે.
ભૂલ-1: ભોજનમાં ઓછી કેલરી લેવી:
મોટાભાગના લોકો આ ભૂલ કરે છે. તેમને લાગે છે કે ઓછી કેલરી ખાવાથી તેમનું વજન ઘટી જશે. હકીકતમાં, વજન ઓછું કરવા માટે, કેલરીનું પ્રમાણ ઓછું રાખવું જરૂરી છે (આનો અર્થ શરીરની જરૂરિયાત કરતાં ઓછું ખાવું), પરંતુ ખૂબ ઓછી કેલરી ખાવાથી વજન ઘટવાની પ્રક્રિયા અટકી શકે છે. તમને જણાવી દઈએ કે, કેલરીની ઉણપ ત્યારે થાય છે જ્યારે તમે એક દિવસમાં જેટલી કેલરીનું સેવન કરો છો, તેનાથી વધુ બર્ન કરો છો.
ઉપાય- ન્યુટ્રિશન એક્સપર્ટના મતે, વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન 300-350ની રેન્જમાં કેલરીનું સેવન સારું છે. આમ કરવાથી તમને કેલરી ડેફિસિટમાં રહેશે અને વજન ઓછુ કરવામાં મદદ મળશે.
ભૂલ-2: માત્ર કાર્બોહાઈડ્રેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું:
ઉપાય- ઘણા લોકો વજન ઘટાડતી વખતે માત્ર કાર્બોહાઈડ્રેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ આમ કરવું યોગ્ય નથી. ન્યુટ્રિશનિસ્ટ લોકોને સલાહ આપે છે કે, જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોવ તો પ્રોટીન, શાકભાજી અને સારી ચરબીવાળા કાર્બોહાઈડ્રેટનું સેવન કરો. આમ કરવાથી વજનને ઘટાડવુ સરળ બનશે.
ભૂલ-3: પીણાં દ્વારા કેલરી લેવી:
ઘણા લોકો લિક્વિડથી કેલરી લેવાનું પસંદ કરે છે. લિક્વિડ શુગર કેલરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તમારું મગજ લિક્વિડ શુગરને એટલી ઝડપથી રજિસ્ટર નથી કરી શકતુ, જેટલી ઝડપથી કોઈ ઠોસ આહારની કેલરીને કરી શકે છે. અધ્યયનથી માલુમ પડ્યુ કે, માત્ર કેલરી ખાવા પીવાથી વજન નથી ઘટતુ. લિક્વિડ કેલરી તમારુ પેટ ભરેલુ હોય તેવો ભાસ કરાવશે અને પછી ભૂખ લાગશે ત્યારે કંઈપણ અનહેલ્ધી ખાઈ લેશો. જેના કારણે તમારુ વજન ઘટવાના બદલે વધી જાય છે અને તમને લાગશે કે, તમારુ વજન ઘટતુ નથી.
ઉપાય- વજન ઓછું કરવા માટે, કેલરી લિક્વિડથી લેવાના બદલે ચાવીને ખોરાક લેવા પર ધ્યાન આપો. આમ કરવાથી તમારુ પેટ ભરેલુ લાગશે.
ઉપર જણાવેલ આ ભૂલો વાંચીને, તમે સમજી ગયા હશો કે આખરે તમારું વજન કેમ ઘટતું નથી. જણાવી દઈએ કે, વજન ઘટાડવા માટે આહાર ખૂબ મહત્વનો છે. પૌષ્ટિક ખોરાક ખાવાની સાથે સાથે આલ્કોહોલનું સેવન ઓછું કરવું પણ જરૂરી છે. આલ્કોહોલમાં ખૂબ જ કેલરી હોય છે, જે વજન ન ઘટવાનું મોટુ કારણ છે.