Potato Chips Health Risks: ચિપ્સ બાળકોને સૌથી વધુ પસંદ હોય છે. ઘરની બહાર નિકળતાં જ બાળકો સૌથી પહેલાં ચિપ્સના પેકેટની ડિમાંડ કરે છે. ઘણીવાર માતા પિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લઇ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ચિપ્સ તમારા બાળકના સ્વાસ્થ પર કેટલી ખરાબ અસર કરે છે. પેકેટ બંધ ચિપ્સ ના ફક્ત તમારા બાળકોને મોટાપાનો શિકાર બનાવે છે પરંતુ તેને ઘણી બિમારીઓને ઘેરી લે છે. તેમાં ડાયાબિટીસથી માંડીને કેન્સર સુધીની બિમારીઓ સામેલ છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પેકેટ બંધ ચિપ્સ હાર્ટ સંબંધિત બિમારીઓનો ખતરો પણ રહે છે. આવો જાણીએ પેકેટ બંધ ચિપ્સ તમારા બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 વર્ષ બાદ પ્રથમવાર Holi પર સર્જાશે Chandra Grahan, આ રાશિઓનો શરૂ થશે 'સુવર્ણ કાળ
Train Accident Video: બ્રેક લગાવી પણ ઉભી ન રહી ટ્રેન,મુસાફરોને સંભળાયો ધડાકો અને પછી


પેકેટ ફૂડ કઈ કઈ બીમારીઓ આપે છે...આવો જાણીએ...
તમારા બાળકો ભુખ કે ઈચ્છાને સંતોષવા પડીકાનો ખોરાક ખાઈ રહ્યો છો. તો આ સમાચાર તમારા માટે છે. વિશ્વ ભરમાં વધી રહેલા ફાસ્ટફૂડ, ઝંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.. ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી. ભારત ભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલેકે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે. 


TRAI એ બદલી દીધો MNP નિયમ, સિમ ખોવાઇ ગયું તો હવે આટલા બધા દિવસ જોવી પડશે રાહ


હાલમાં જ એક રિપોર્ટથી ખુલાસો થયો છે. આ તમામ ચીજો સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ રહી છે. ભુજિયા, બિસ્કિટ કે બર્ગર આ બધી એવી વસ્તુઓ છે જે તમે ખાઓ છો અને મહેમાનોને પણ ખવડાવો છો. કારણ કે તેનો સ્વાદ જ  એવો હોય છે. પણ શું તમે એ જાણો છો કે બજારમાં મળતા આવા ખાવાના અનેક સામાનમાં એક એવી ખતરનાક ચીજ છે જે તમારી જિંદગી અનેક વર્ષ ઓછી કરી શકે છે. જેનું નામ છે ટ્રાન્સ ફેટ (Trans Fat). 


ચીપ્સ, બિસ્કિટ અને નમકીનમાં હોય છે ટ્રાન્સ ફેન્ટ
અત્રે જણાવવાનું કે કોઈ પણ તેલને જ્યારે હાઈડ્રેજિનેશનની પ્રક્રિયા દ્વારા જમાવવામાં આવે છે ત્યારે તેને જામેલી ફેટમાં ફેરવવામાં આવે છે અને પછી તે ટ્રાન્સ ફેટ કે ટ્રાન્સ ફેટી એસિડ્સ સ્વરૂપ લઈ લે છે. અત્રે જણાવવાનું કે બિસ્કિટ હોય કે નમકીન તેમાં ટ્રાન્સ ફેટનો ઉપયોગ એટલા માટે  કરવામાં આવે છે જેથી કરીને તેને લાંબા સમય સુધી જાળવી શકાય એટલે કે બગડી નહીં અને મજા લઈને ખાઈ શકાય. 


Holashtak 2024: હોળાષ્ટકમાં ધનલાભ માટે અચૂક કરો આ 8 ઉપાય, સુખ-સૌભાગ્યની થશે પ્રાપ્તિ
18 વર્ષ બાદ રાહુ-શુક્ર આવશે એકસાથે, બદલાઇ જશે કિસ્મતના સ્ટાર, ધન-સંપત્તિ થશે બમણી


ટ્રાન્સ ફેટ કેમ જોખમી?
દેશી ઘી અને માખણ ટ્રાન્સ ફેટ નથી પરંતુ ત્રણવારથી વધુ વખત તળેલું રિફાઈન્ટ ઓઈલ ટ્રાન્સ ફેટ બની જાય છે. ટ્રાન્સ ફેટ શરીરમાં બેડ કોલસ્ટ્રોલ વધારે છે. આનાથી પણ ખરાબ વાત એ છે કે વધુ પ્રમાણમાં ટ્રાન્સ ફેટ લેવાથી શરીરમાં રહેલું ગુડ કોલસ્ટ્રોલ એટલે કે જરૂરી ફેટ પણ બેડ કોલસ્ટ્રોલમાં ફેરવાય છે. ભારતીયોને હ્રદયની બીમારી આપવામાં આ  ટ્રાન્સ ફેટની મોટી ભૂમિકા છે. 


આ રીતે નુકસાન કરે છે ટ્રાન્સ ફેટ
ડોક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રાન્સ ફેટની જરૂર આપણા શરીરને છે જ નહીં. ટ્રાન્સ ફેટ આપણા શરીરમાં રહેલી સારી ફેટને પણ ખરાબ ફેટમાં ફેરવે છે. તે ફક્ત આર્ટરીમાં જમા થઈને હ્રદયને જ નુકસાન પહોંચે છે એવું નથી પરંતુ સાથે સાથે લિવર અને બ્રેઈન ઉપર પણ ખરાબ અસર પાડે છે. 


Ambani Family: અંબાણી પરિવારનો નથી આ સભ્ય, તો પણ છે ખાસ, બધાની આંખો તારો છે હેપ્પી
શું છે CVIGIL App, કેમ ધ્રૂજે છે ઉમેદવારો? ચૂંટણી પંચે વોટર્સના હાથમાં આપ્યું હથિયાર


5 અબજ લોકોનું જીવન ટ્રાન્સ ફેટ્સે ઘટાડ્યું
WHO ના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ દુનિયામાં 5 અબજ લોકોનું જીવન ટ્રાન્સ ફેટ્સે ઘટાડી દીધુ અને તેઓ હ્રદયની બીમારીના જોખમ સાથે જીવી રહ્યા છે. 2018માં ખોરાકમાંથી ટ્રાન્સ ફેટ્સને ઘટાડવા અને 2023 સુધીમાં ટ્રાન્સ ફેટ્સ ખાદ્ય પદાર્થોથી સંપૂર્ણ રીતે ખતમ કરવાના પ્રયત્નો શરૂ થયા હતા. જો કે હવે 43 દેશ આ મામલે આગળ વધ્યા છે. 2022માં ભારત પણ આ યાદીમાં સામેલ થયું. 


Power Food: માર્કેટમાં આવી ગયા છે ચીકૂ, Weight Loss થી માંડીને BP રહેશે કંટ્રોલમાં
Tips & Tricks:શું તમારા ઘરમાં પણ છે મચ્છરોની ફોજ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ


કેટલું હોવું જોઈએ ટ્રાન્સ ફેટ
હવે એ પણ જાણીએ કે આવી પ્રોડક્ટ્સમાં ટ્રાન્સનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. WHO ના માપદંડો મુજબ ટ્રાન્સ ફેટ્સનું પ્રમાણ પ્રતિ 100 ગ્રામમાં 2 ગ્રામથી વધુ હોવું જોઈએ નહીં. WHO નું તો એ પણ કહેવું છે કે પેક રિફાઈન્ડ ઓઈલ કે જેમાં હાઈડ્રોજન વધુ માત્રા વધુ હોય તેને બેન કરવામાં આવે. ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ જાન્યુઆરી 2022માં આ નિયમ લાગૂ કર્યા છે પરંતુ બજારમાં વેચાઈ રહેલા આ પ્રોડક્ટ્સ આ માપદંડોનું કેટલું પાલન કરે છે તે કહી શકાય નહીં. 


જુડવા ભાઇ જેવા લાગે છે સંતરા અને કીનૂ? આ રીતે ઓળખો સંતરું છે કે કીનૂ
આ નાનકડું ફળ છે કેલરી અને વિટામીનનો ખજાનો, વજન ઘટાડવા અને કેન્સર માટે છે ફાયદાકારક


ભુજિયાના પેકેટમાં કેટલી ચરબી હોય છે?
2019 માં, CSI એ ટ્રાન્સ ચરબીનું વાસ્તવિકતા પરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં ચિપ્સ અને ભુજિયાની ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સના પેકેટમાં ટ્રાન્સ ચરબી શોધવા માટે લેબમાં વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું કે જો તમે 30 ગ્રામની ચિપ્સનું પેકેટ ખાધું તો સમજો કે તમે દિવસભરની કુલ ચરબીનો લગભગ અડધો ભાગ ખાધો છે. અને તે પણ ટ્રાન્સ ચરબીના રૂપમાં, નટ ક્રેકર્સ, બેકડ ચિપ્સ અને ભુજિયામાં વધારાની ચરબી જોવા મળે છે.


Chia Seeds: સવારે ભૂખ્યા પેટ દૂધમાં નાખીને ખાવ આ નાના દાણા, વજન ઘટાડવા માટે છે વરદાન
આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!


તંદુરસ્ત વ્યક્તિને કેટલા પોષક તત્વોની જરૂર છે?
RDA એટલે કે ભલામણ કરેલ આહાર ભથ્થું આપણા શરીરમાં પોષક તત્વોની જરૂરિયાત મુજબ નક્કી કરવામાં આવે છે. RDA અનુસાર, તંદુરસ્ત વ્યક્તિ માટે મીઠું 5 ગ્રામ, ફેટ 60 ગ્રામ, ટ્રાન્સ ફેટ 2.2 ગ્રામ અને 300 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. આ રકમ તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ માટે 2000 કેલરીની દૈનિક જરૂરિયાત મુજબ લેવામાં આવી છે. બાળકોની જરૂરિયાત આના કરતાં ઘણી ઓછી છે.


ચૂંટણીની તારીખો જાહેર: ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત
Surya Gochar: સૂર્યદેવને કૃપાથી આ 4 રાશિઓનું ચમકશે નસીબ, ખાતામાં આવશે દે ધના ધન રૂપિયા


ઝી મીડિયાનો આ રિપોર્ટ દરેક ભારતીય માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે આ રિપોર્ટ દ્વારા અમે તમને એ પણ જણાવીશું કે ટ્રાન્સ ફેટથી કેવી રીતે બચી શકાય. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો ટ્રાન્સ ફેટે આપણા શરીર પર પ્રભાવ નાખવાનો શરૂ કરી દીધો હોય તો આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ. સ્પષ્ટ છે કે ટ્રાન્સ ફેટ સ્વાસ્થ્ય માટે ઘાતક છે. આવામાં હવે સમગ્ર દુનિયામાં ટ્રાન્સ ફેટવાળી પ્રોડેક્ટ્સ પર  લગામ લગાવવા માટે એક વિશ્વવ્યાપી મુહિમ ચાલુ છે. આ મુહિમમાં ભારત ઉપરાંત અન્ય અનેક દેશોના નામ પણ જોડાયા છે.