શારીરિક સંબંધ બનાવવો એક ખાસ અહેસાસ હોય છે. પરંતુ શારીરિક સંબંધ જેટલો ભાવનાઓ સાથે જોડાયેલો છે એટલો જ શારીરિક સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલો છે. જ્યારે  કોઈ મહિલા પહેલીવાર શારીરિક સંબંધ  બાંધે છે ત્યારે તેના શરીરમાં અનેક મોટા ફેરફાર થાય છે. જેના કારણે તે અસહજ અને ચિંતાગ્રસ્ત થઈ શકે છે. પહેલીવાર શારીરિક સંબંધ બનાવતી મહિલાની અંદર કયા કયા પ્રકારના શારીરિક ફેરફાર જોવા મળે તે સમજવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે કોઈ મહિલા પહેલીવાર શારીરિક સંબંધ બનાવે છે ત્યારે તેના શરીરની અંતર ભાવનાત્મક, માનસિકઅને શારીરિક ફેરફાર જોવા મળતા હોય છે. કેટલાક લોકો તેને વર્જિનિટી સાથે જોડે છે. જો કે વર્જિનિટી એક પ્રકારની માન્યતા છે, જાણો મહિલા સ્વાસ્થ્ય પર કેન્દ્રિત flo.health દ્વારા જણાવવામાં આવેલા આ ફેરફારો વિશે...


1 જ્યારે મહિલા પહેલીવાર ઈન્ટરકોર્સ કરે છે ત્યારે તેના ગુપ્તાંગની ઈલાસ્ટિસિટી પર ફરક પડે છે. એવું નથી કે મહિલાના ગુપ્તાંગમાં ઈલાસ્ટિસિટી હોતી નથી, તે બાળકના જન્મ માટે જરૂરી ખેંચાણ સુદ્ધા સહન કરી શકે છે. પરંતુ ઈન્ટરકોર્સના માધ્યમથી કઈક હદ સુધી મહિલાઓના ગુપ્તાંગને ખેંચાણની આદત થવા લાગે છે. 


2. પહેલીવાર શારીરિક સંબંધ બનાવતી મહિલાના શરીરમાં અનેક હોર્મોન્સનું ઉત્પાદન થવા લાગે છે અથવા તો વધવા લાગે છે. આ  દરમિયાન એન્ડોર્ફિન, ડોપામાઈન, ઓક્સીટોસિન હોર્મોનનું સ્તર વધવા લાગે છે. જે મહિલાને માનસિક રીતે શાંતિ અને ખુશનુમા બનાવે છે. 


3. પહેલીવાર શારિરીક સંબંધ બનાવતી મહિલાઓના સ્તનોમાં ફેરફાર થઈ શકે છે. કારણ કે કામોત્તેજના દરમિયાન બ્રેસ્ટમાં બ્લડ ફ્લો વધે છે જેનાથી તેની સાઈઝ વધી જાય છે. 


4. કામોત્તેજનાને કારણે શરીરમાં વધેલું બ્લ્ડ ફ્લો મહિલાઓના નિપ્પલને પણ પ્રભાવિત કરે છે. તેના કારણે નિપ્પલ વધુ સંવેદનશીલ થઈ જાય છે. જો કે બ્રેસ્ટની જેમ નિપ્પલ્સમાં થયેલો આ  ફેરફાર પણ અસ્થાયી હોય છે.


5. પહેલીવાર શારીરિક સંબંધ બનાવતી મહિલાઓના ક્લિટોરિયસ અને યુટ્રસ ઉપર પણ અસર પડે છે. કારણ કે બ્લડ ફ્લો વધવાથી ક્લિટોરિયસ ફૂલે છે અને સંવેદનશીલ બને છે. આ સાથે જ યુટ્રસમાં સંકોચન શરૂ થઈ જાય છે. ધીરે ધીરે આ સંકોચન વધુ સારું બને છે. 


6. પહેલીવાર યૌન સંબંધ બનાવનાર મહિલાઓના શરીરમાં બ્લ્ડ ફ્લો વધવાથી, ઓક્સીજનમાં વધારો અને ગુડ હોર્મોન્સનું ઉત્પાદન ત્વચા ઉપર પણ અસર પાડે છે. જેનાથી સ્કિનમાં ગ્લો આવી શકે છે. 


7. કેટલીક મહિલાઓના શરીરમાં પહેલીવાર શારીરિક સંબંધ બનાવવાથી થયેલા હોર્મોનલ ચેન્જીસને કારણે પીરિયડમાં વિલંબ આવી શકે છે. જો કે તેને ગર્ભાવસ્થા સાથે કોઈ સંબંધ નથી. 


શું પહેલીવાર શારીરિક સંબંધ બનાવતા જ મહિલા થઈ શકે ગર્ભવતી?
બિલકુલ સાચી વાત. તમે પહેલીવાર શારીરિક સંબંધ બનાવતા હોવ કે પછી 10મી વાર. તમારા ગર્ભવતી થવાની સંભાવના રહેલી છે. જ્યારે પણ પુરુષોના શુક્રાણુ મહિલાના જનનાંગમાં પ્રવેશ કરશે ત્યારે એટલીવાર ગર્ભાવસ્થાની સંભાવના રહી શકે છે. 


ખાસ નોંધ- અહીં અપાયેલી જાણકારી કોઈ પણ તબીબી સારવારનો વિકલ્પ નથી. આ લેખ ફક્ત શિક્ષિત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)