Indian Railway: ટ્રેન છૂટી જાય તો ચિંતા ન કરતા, આ ઓપ્શનથી તમે સીટ બચાવી શકો છો
Indian Railway : જો બોર્ડિંગ સ્ટેશન પરથી ટ્રેન છૂટી જાય તો?, કેટલા સ્ટેશન સુધી તમારી સીટની માન્યતા રહેશે?
Refund in Train: રેલવે વિભાગ મુસાફરોના હિતને ધ્યાનમાં લઇ અલગ-અલગ નિયમ બનાવે છે અથવા તો નિયમોમાં ફેરફાર કરે છે. પરંતુ મોટાભાગના લોકો નિયમોથી અજાણ હોય છે. આવો જ એક નિયમ છે કે, જો ટ્રેન બોર્ડિંગ સ્ટેશન પરથી છૂટી જાય તો શું કરવું. તેના વિશે આજે અમે તમને જણાવીશું.
જો તમારી ટ્રેન નિયત સ્ટેશન પરથી છૂટી જાય તો તમારી પાસે એક ઓપ્શન રહેશે. આગળના બે સ્ટોપ સુધી તમે તમારી સીટ હાંસલ કરી શકો છો. આ દરમિયાન ટીટીઇ તમારી સીટ અન્ય કોઇ વ્યક્તિને ફાળવી નથી કરી શકતા. પરંતુ એક નિયમ એ પણ છે કે, ટ્રેન છૂટી ગયા પછી એક કલાક સુધી ટીટીઇ તમારી સીટ રોકીને રાખશે. પરંતુ જો તમે 2 સ્ટોપ પછી પણ તમે ટ્રેનમાં નથી પહોંચી શક્યા તો ટીટીઇ તમારી અન્ય કોઇ મુસાફરને અલોટ કરી દેશે.
આ સિવાય એક ઓપ્શન એ પણ છે કે, જો તમારી ટ્રેન છૂટી જાય છે અને આગળના સ્ટેશન પરથી ટ્રેન પકડવાની ઇચ્છા નથી તો તમારે ટીડીઆર, એટલે કે, ટિકિટ ડિપોઝિટ રિસીટ ફાઇલ કરવાનું રહેશે. જે મંજૂર થયા બાદ તમને 50 ટકા રિફંડ પાછું મળી જશે. આ સુવિધાનો લાભ ટ્રેન ઉપડી ગયાના 3 કલાક સુધી લઇ શકો છો.