સફેદવાળ કાળા કરવા માટે ભાત ભાતના હેર માસ્ક ઉપયોગમાં લેવા તેના કરતા સારું છે કે તમે તમારા ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને વાળ કાળા કરવાનો પ્રયત્ન કરો. ઘરેલુ નુસ્ખાની મદદથી સફેદ વાળને કાળા કરવાથી થતા નુકસાનની સંભાવના ઓછી રહે છે. તેનાથી તમારા વાળ પર નેચરલ ચમક આવે છે. આ સાથે જ તે તમારા વાળને ડેમેજ થતા પણ રોકે છે. આજે અમે તમને એક એવા જ સરળ નુસ્ખા વિશે જણાવીશું, જેનાથી તમે તમારા વાળે કુદરતી રીતે કાળા કરી શકો છો. આ માટે તમને ડાઈ લગાવવાની જરૂર નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળને કાળા કરવાનો ઘરેલુ નુસ્ખો
પાણીની મદદથી પણ તમે સફેદ થઈ રહેલા વાળને કાળા કરી શકો છો. આ માટે તમને બસ રસોડામાં રહેલી કેટલીક વસ્તુની જરૂર છે. જાણો સફેદ વાળને કાળા કરવા માટે શું કરવું. 


જરૂરી સામગ્રી


- લોઢાની કઢાઈ
- એક ગ્લાસ પાણી
- 2 મોટા ચમચા મહેંદી
- 1 મોટો ચમચો આંબળાનો પાઉડર
- 1 ચમચો કલોંજીનો પાઉડર
- 1 ચમચો દહીં
- 2 ચમચા ચા પત્તી
- 3 નાની ચમચી કોફી પાઉડર


વિધિ
સફેદ થતા વાળને કાળા કરવા માટે સૌથી પહેલા એક લોખંડની કઢાઈ લો. તેમાં પાણી નાખીને તેને સારી રીતે ગરમ થવા દો. ત્યારબાદ તેમાં કોફી અને ચા પત્તી નાખીને સારી રીતે ઉકાળો. હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડુ પડે એટલે તેમાં મહેંદી, આંબળા પાઉડર, દહીં, અને કલૌંજી પાઉડર મિક્સ કરીને આખી રાત રહેવા દો. સવારે આ હેર પેકને તમારા વાળ પર લગાવો અને લગભગ એકથી 2 કલાક માટે રહેવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી તમારા વાળને સ્વચ્છ કરી લો. આ ઉપાય તમારા વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 


કેવી રીતે લગાવવું
સફેદ થઈ રહેલા વાળને કાળા કરવા માટે તમે હેર પેકનો ઉપયોગ કરી શકો છો. તેને તમે એક અઠવાડિયા કે 15 દિવસમાં એકવાર તમારા વાળ પર એપ્લાય કરી શકો છો. આ વાળને કાળા કરવામાં પ્રભાવી નીવડી શકે છે. 


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.