White Hair: ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે, વારંવાર કલર નહીં કરવો પડે

White Hair: જે લોકોને વાળ સફેદ થવા લાગ્યા હોય તેમને થોડા થોડા દિવસે વાળમાં કલર કરાવવો પડે છે. પરંતુ જો તમારે વારંવાર વાળમાં કલર ન કરવો હોય તો ચાની ભુક્કી અને આ વસ્તુનું મિશ્રણ વાળમાં લગાડો. એકવાર આ વસ્તુ લગાડ્યા પછી 6 મહિના સુધી તો તમારે કલર નહીં જ કરવો પડે.
White Hair: સફેદ વાળની સમસ્યા ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. મોટી ઉંમરના લોકો જ નહીં નાની ઉંમરના યુવાનો પણ આ સમસ્યાથી પરેશાન હોય છે. નાની ઉંમરમાં જ જો વાળ સફેદ થવા લાગે તો તેને છુપાવવા માટે હેરડાઈ કે કલ નો ઉપયોગ કરવામાં આવે છે. જોકે કલરની સમસ્યા એ છે કે થોડા જ દિવસમાં વાળમાં સફેદી દેખાવા લાગે છે અને વાળને ફરીથી કલર કરાવવો પડે છે. હેર કલર લાંબો સમય ટકતા પણ નથી અને તે મોંઘા પણ પડે છે.
આ પણ વાંચો: ડાયટિંગ કે એક્સરસાઈઝથી નહીં, લીંબુની છાલથી ઓગળી જશે પેટની ચરબી, જાણો કેવી રીતે ?
જો તમારે વાળને વારંવાર કલર કરવાની ઝંઝટથી મુક્ત થવું હોય અને ઘરગથ્થુ વસ્તુઓથી સફેદ વાળને કાળા કરવા હોય તો આજે તમને અસરકારક નુસખો જણાવીએ. સફેદ વાળને મૂળથી કાળા કરવા હોય અને લાંબા સમય સુધી કાળા જ રાખવા હોય તો આ નેચરલ પદ્ધતિનો ઉપયોગ કરો. તેના માટે ચાની ભૂકી અને મુર્દા સિંગીની જરૂર પડશે આ બંને વસ્તુની મદદથી ઘરે જ તમે હેર કલર તૈયાર કરી શકો છો આ કલર એવો હશે જે લાંબા સમય સુધી વાળને કાળા રાખશે અને તેનાથી કોઈ નુકસાન પણ નહીં થાય.
આ પણ વાંચો: Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
ચાની ભૂકી બે ચમચી
મહેંદી 100 ગ્રામ
મુર્દા સિંગી એક ચતુર્થાંશ ચમચી
સરસવનું તેલ
આ પણ વાંચો: Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
સૌથી પહેલા એક બાઉલમાં ચા પત્તી, મહેંદી અને મુર્દા સિંગીનો પાવડર મિક્સ કરો. હવે આ મિશ્રણમાં જરૂર અનુસાર સરસવનું તેલ ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે તૈયાર કરેલા મિશ્રણને વાળમાં લગાવો અને અડધી કલાક સુધી રહેવા દો. ત્યાર પછી નોર્મલ પાણીથી હેર વોશ કરી લો. આ પેસ્ટ વાળને મૂળમાંથી કાળા કરી દેશે.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
શું છે મુર્દા સિંગી?
મુર્દા સિંગીએ આયુર્વેદિક ઔષધી છે જે આયુર્વેદિક વસ્તુઓ મળતી દુકાનેથી મળી રહે છે. ઓનલાઇન પણ તેને મંગાવી શકાય છે. મુર્દા સિંગી પથ્થર જેવી દેખાતી ખાસ જડીબુટ્ટી છે. તે વાળની સુંદરતા વધારે છે અને સફેદ વાળને લાંબા સમય સુધી કાળા રાખે છે. મુર્દા સિંગીનો ઉપયોગ વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં કરવામાં આવે છે. આ વસ્તુનો ઉપયોગ કરવાથી હેર ફોલની સમસ્યા પણ ઓછી થાય છે. જોકે મુર્દા સિંગીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ. તેનો ઉપયોગ શરીરની બહાર જ થવો જોઈએ શરીરમાં અંદર આ વસ્તુ જાય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરતા પહેલા પણ ચકાસી લેવું કે તેનાથી ત્વચા પર એલર્જી થતી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)