Dark Neck: કોઈપણ જાતની ઝંઝટ વિના કાળી ગરદનને કરો ગોરી, 5 સરળ ઉપાય તુરંત કરશે અસર
Dark Neck: મોટાભાગના લોકો ચહેરાની સાથે ગરદનની એટલી કાળજી રાખતા નથી જેના કારણે ગરદનની ત્વચા ધીરે ધીરે કાળી પડવા લાગે છે. આવું થાય છે ત્યારે ચહેરાનો રંગ ગોરો રહે છે અને ગરદન કાળી લાગે છે. એકવાર જો કદરની ત્વચા કાળી થઈ જાય તો તેનો ફરક જોનારને પણ દેખાવા લાગે છે.
Dark Neck: સ્ત્રી હોય કે પુરુષ તેઓ પોતાના ચહેરાની ખૂબ જ કાળજી રાખતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો ચહેરાની સાથે ગરદનની એટલી કાળજી રાખતા નથી જેના કારણે ગરદનની ત્વચા ધીરે ધીરે કાળી પડવા લાગે છે. આવું થાય છે ત્યારે ચહેરાનો રંગ ગોરો રહે છે અને ગરદન કાળી લાગે છે. એકવાર જો કદરની ત્વચા કાળી થઈ જાય તો તેનો ફરક જોનારને પણ દેખાવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થયું હોય અને ગરદનની કાળી ત્વચા તમારા માટે મુસીબત બની ગઈ હોય તો આજે તમને પાંચ સરળ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી ગરદનની કાળી ત્વચાની તકલીફ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે અને ગરદનની ત્વચા પણ ચહેરા જેવી જ સુંદર થઈ જશે.
આ પણ વાંચો:
સોમથી શુક્ર સિંગલ લાઈફની મજા, શનિ-રવિ પત્ની સાથે જલસા... વીકેન્ડ મેરેજમાં મોજે મોજ
Secret Places Of Manali: મનાલી ફરવા ગયા અને આ 5 સીક્રેટ જગ્યા ન જોઈ તો ફોગટ ગયો ફેરો
શું તમે પણ આદુ ફ્રીજમાં રાખો છો ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી
ગરદનની ત્વચાને સાફ કરવાના ઘરગથ્થુ ઉપચાર
1, ચણાનો લોટ અને લીંબુ મિક્સ કરી અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર લગાડો. 10 થી 15 મિનિટ માટે તેને ગરદન પર રહેવા દો અને પછી મસાજ કરીને સાફ કરો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી ગરદનની કાળાશ દૂર થઈ જશે.
2. મધ અને લીંબુ ને મિક્સ કરીને ગરદન પર લગાડવાથી પણ ફાયદો થાય છે. મધમાં સમાન માત્રામાં લીંબુનો રસ ઉમેરીને રૂની મદદથી તેને ગરદન પર અપ્લાય કરો તેને 15 મિનિટ રહેવા દો અને પછી નોર્મલ પાણીથી સાફ કરો.
3. કાચું દૂધ અને હળદર પણ ગરદનની કાળી ત્વચા ને ઠીક કરવામાં મદદ કરે છે. તેના માટે દૂધમાં થોડી હળદર ઉમેરીને ગરદન પર સવારે અને સાંજે બે વખત લગાડવાનું રાખો. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો. એક અઠવાડિયામાં જ તમને સ્કિનમાં ફરક દેખાવા લાગશે.
4. દહીં અને હળદરની પેસ્ટ પણ ગરદનની કાળી ત્વચાને સુંદર બનાવી શકે છે. તેના માટે એક ચમચી દહીંમાં બે ચપટી હળદર ઉમેરી થોડો લીંબુનો રસ ઉમેરો. બધી વસ્તુને બરાબર મિક્સ કરીને ગરદન પર સારી રીતે લગાડો. 30 મિનિટ તેને રહેવા દો અને પછી પાણીની મદદથી ગરદન સાફ કરો.
5. ટમેટાનો ઉપયોગ કરીને પણ ગળાની ડાર્ક સ્કિનને નોર્મલ કરી શકાય છે. તેના માટે એક ચમચી ઓટમીલમાં, ચાર ચમચી દૂધ અને એક ટમેટાની પેસ્ટ ઉમેરો. બધી વસ્તુને બરાબર મિક્સ કરી ગરદન પર સારી રીતે અપ્લાય કરો. ત્યાર પછી તે સુકાય ત્યાં સુધી તેને રહેવા દો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત તેનો ઉપયોગ કરશો તો કાળી ત્વચાની સમસ્યા દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)