નવી દિલ્હીઃ  White Bedsheet Use in Hotel & Train: જો તમે કોઈ જગ્યાએ ફરવા જરૂર ગયા હશો. ફરવાની સાથે તમે આરામ કરવા કોઈ હોટલમાં પણ રોકાયા હશો. આ દરમિયાન તમે એક વાત પર ધ્યાન આપ્યું હશે તો તમે જોયું હશે કે ટ્રેનમાં સફર કરવા સમયે અને હોટલોમાં અપાતી બેડશીટ સફેદ રંગની હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે કેમ હોટલ અને ટ્રેનોમાં સફેદ કલરની ચાદરનો ઉપયોગ કરવામાં આવે છે? જો નહીં તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માટે પાથરવામાં આવે છે સફેદ બેડશીટ
હકીકતમાં હોટલ અને ટ્રેનોમાં ઉપયોગ થનાર બેડશીટને સાફ કરવા માટે બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ આપણે જાણીએ છીએ કે બ્લીચિંગની પ્રક્રિયા (Bleaching Process)થી રંગીન ચાદરો ઝાંખી પડી જાય છે. તેનો કલર લગભગ ઉડી જાય છે. તો સફેદ ચાદરો પર બ્લીચની કોઈ અસર પડતી નથી અને તે સરળતાથી સાફ થઈ જાય છે. આ સિવાય બ્લીચિંગની પ્રક્રિયાને કારણે ચાદર સંપૂર્ણ રીતે ગંધહીન થઈ જાય છે. ચાદર ધોવાયા બાદ તેમાં બ્લીચિંગને કારણે કોઈ સ્મેલ આવતી નથી. તેથી હોટલોમાં રંગીન ચાદરોની જગ્યાએ સફેદ ચાદરનો ઉપયોગ કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ Skin Care: ટેનિંગ દૂર કરવા આ 3 રીતે દહીંનો કરો ઉપયોગ, 10 મિનિટમાં ચહેરો ચમકી જશે


સફેદ બેટશીટને કારણે ઓછી હોય છે Stress
સફેદ ચાદરનો ઉપયોગ કરવાનું એક કારણ તે પણ છે કે સફેદ રંગ તણાવને દૂર કરે છે. સફેદ રંદને જોઈ કોઈ વ્યક્તિનો મગજ શાંત થઈ જાય છે. તેથી યાત્રીકોની આસપાસ પોઝીટિવ વાઇબ્સ ફેલાવે છે. તેથી યાત્રીકોનું મન શાંત રાખવા માટે હોટલો અને ટ્રેનોમાં સફેદ કલરની બેડશીટનો ઉપયોગ કરવામાં આવે ચે. આ સિવાય સફેદ ચાદરો પર દાગ અને ગંદકી પણ સરળતાથી દેખાય છે. તેવામાં હોટલ કર્મચારીઓ માટે આ દાગને જોઈને તેની સાફ સફાઈ સરળ બની જાય છે.