Interesting Facts: રોજિંદા જીવનમાં આપણી નજર સામે ઘણી બધી વસ્તુઓ આવે છે પરંતુ ઘણી વખત આપણે તેમના પર ધ્યાન આપતા નથી અને તેની પાછળના કારણ વિશે જાણવાની તસ્દી લેતા નથી. આવી જ એક વસ્તુ હોય છે પબ્લિક ટોયલેટ ના દરવાજા. પબ્લિક ટોયલેટ નો ઉપયોગ તો તમે પણ કર્યો હશે પરંતુ ક્યારેય તમને વિચાર આવ્યો કે તેના દરવાજા નીચેથી નાના કેમ હોય છે ? આજે તમને જણાવીએ કે પબ્લિક ટોયલેટના દરવાજા નીચેથી નાના હોવા પાછળ કારણ શું છે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 


બ્લેડની વચ્ચેની ખાલી જગ્યા નથી કોઈ ડિઝાઈન, ખાસ કારણથી રાખવામાં આવે છે જગ્યા


Orissa Kelly છે દુનિયાની સૌથી Hot તીરંદાજ, પગથી લગાવે છે અચૂક નિશાન, જોતા રહી જશો...


કોસ્ટ ઘટાડવા


ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા પબ્લિક ટોયલેટ ના દરવાજા નીચેથી નાના હોવાના ત્રણ કારણ જણાવવામાં આવ્યા છે. એક કારણ એવું જણાવ્યું છે કે દરવાજા નાના કરવાથી તેમના બનાવવાના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. પબ્લિક ટોયલેટ વધારે સંખ્યામાં બનાવવામાં હોય છે તેવામાં નાનકડી બચત પણ મોટો ફાયદો કરે છે. તેથી આવા પ્રોજેક્ટમાં કોસ્ટ ઘટાડવા માટે આવો રસ્તો કરવામાં આવતો હોય છે.


સફાઈ થાય છે સરળતાથી


આ પણ વાંચો :


માત્ર 10 રૂપિયાનો થશે ખર્ચો અને વંદાથી મળશે કાયમી મુક્તિ, આ Tips કરશે જાદુ જેવુ કામ


 


30 દિવસ ફોલો કરો Sugar Free Diet, કોઈપણ પ્રકારની મહેનત વિના આ 5 સમસ્યા થશે દુર


ટોયલેટ ના દરવાજા નીચેથી નાના હોવા પાછળ બીજું કારણ એ જણાવવામાં આવ્યું છે કે પબ્લિક ટોયલેટ આખો દિવસ યુઝ થાય છે. સ્વચ્છતા જાળવવા માટે દિવસમાં ઘણી વખત ટોયલેટ ની સફાઈ કરવી પડે છે. દરવાજાની ડિઝાઇન આ પ્રકારની હોય તો નીચેથી સફાઈ કરવી સરળ કામ થઈ જાય છે. દરવાજો નીચેથી નાના હોય તો તેને સાફ કરવા સરળ રહે છે..


ઇમરજન્સીમાં મદદ 


ત્રીજું સૌથી મોટું કારણ એ જણાવ્યું છે કે કોઈ ઇમર્જન્સી ની સ્થિતિ સર્જાય તો વ્યક્તિને મદદ પહોંચાડવી સરળ રહે છે. ઉપયોગ કરતી વખતે કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થઈ જાય કે કોઈ બાળક અંદર અટકી જાય તો આ પ્રકારના દરવાજાને સરળતાથી ખોલીને અંદરથી વ્યક્તિને બહાર કાઢી શકાય છે.