Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ
મનોવૈજ્ઞાનિકોના અનુસાર કિસ કરતી વખતે મગજ એક સાથે બે વસ્તુઓ પર ફોકસ કરી શકતું નથી. એટલે મગજને કિસ કરતી વખતે આંખો દ્રારા પ્રાપ્ત સંકેતો પર પણ ધ્યાન આપવું પડે, તો તેના માટે આ મુશ્કેલ હોય છે. તેનાથી મગજની સેંસેશન પ્રક્રિયામાં વિઘ્ન આવવા લાગે છે. જેના લીધે આંખો બંધ થઇ જાય છે.
નવી દિલ્હીઃ પાર્ટનરને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સારી રીત છે કિસ. પ્રેમભરેલી 'કિસ' પાર્ટરનર વચ્ચેના અંતરને દૂર કરી દે છે પરંતુ કિસ કરતી વખતે છોકરીઓ મોટાભાગે પોતાની આંખો બંધ કરી લે છે જાણો કેમ? તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. તો ચાલો જાણીએ આખરે કેમ કિસ કરતી વખતે છોકરીઓ પોતાની આંખો બંધ કરી લે છે.
વૈજ્ઞાનિક કારણ-
મનોવૈજ્ઞાનિકોના અનુસાર કિસ કરતી વખતે મગજ એક સાથે બે વસ્તુઓ પર ફોકસ કરી શકતું નથી. એટલે મગજને કિસ કરતી વખતે આંખો દ્રારા પ્રાપ્ત સંકેતો પર પણ ધ્યાન આપવું પડે, તો તેના માટે આ મુશ્કેલ હોય છે. તેનાથી મગજની સેંસેશન પ્રક્રિયામાં વિઘ્ન આવવા લાગે છે. જેના લીધે આંખો બંધ થઇ જાય છે.
ભાવનાત્મક કારણ-
કિસ કરીને લોકો એકબીજાના નિકટ હોવાનો અનુભવ કરે છે અને મહેસૂસ કરાવવા માંગે છે. તે કિસથી પોતાના પુરા સાથ, સહયોગ અને સુરક્ષાનો અહેસાસ પાર્ટનરની અંદર લાવવા માંગે છે. એકબીજામાં ખોવાઇ જઇ દુનિયાને ભૂલી જવા માંગે છે. આંખો ખુલી હોય તો બહારની વસ્તુઓ અને અવાજ પર તેમનું ધ્યાન ભટકાઇ શકે છે એટલા માટે કિસ કરતી વખતે લોકો આંખો બંધ કરી લે છે.
રોમેન્ટિક કારણ-
બંધ આંખોનો ફાયદો એ છે કે આ પ્રકારે તમે લાંબા સમય સુધી એકબીજાને કિસ કરી શકો છો. જ્યારે આંખો ખુલી હોય તો કોઇને કોઇ વસ્તુ પર ધ્યાન ભટકાવી દેશે અને તે પળ ખતમ થઇ જશે. આમ પણ તમે આ સમયે કંઇ બીજું જોવાના બદલે તમે તે પળને અનુભવવા માંગે છો એટલા માટે આંખો બંધ કરીને તેના આનંદને પોતાની અંદર ઉતારી દો છો.