COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Why Do Women Gain Weight After Marriage: લગ્ન કોઈના પણ જીવનનો એક મહત્વનો પડાવ હોય છે. ખાસ કરીને યુવતીઓ નવા સંબંધમાં સામેલ થતા પહેલા અનેક તૈયારીઓ પણ કરે છે જેમાં વજન  ઓછું કરવું પણ સામેલ છે. અનેક મહિલાઓ ઈચ્છે છે કે તેઓ પોતાના મેરેજ ડે પર સ્લિમ દેખાય. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે લગ્ન બાદ યુવતીઓનું વજન અચાનક વધવા લાગે છે. અનેક યુવતીઓમાં તો આ મોટાપો લગ્ન પછી પહેલા મહિનામાં જ જોવા મળતો હોય છે. શું ક્યારેય વિચાર્યું છે કે આની પાછળ શું કારણ હોઈ શકે?


લગ્ન બાદ કેમ વધે છે મહિલાઓનું વજન?


1. એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે છોકરીઓ લગ્ન પહેલા તો ડાયેટ અને કસરત અંગે ખુબ જ સભાન હોય છે જેથી કરીને તેમને પરફેક્ટ પાર્ટનર મળી શકે પરંતુ લગ્ન બાદ તરત તેઓ કા તો પોતાનું ડાયેટ રૂટિન ફોલો નથી કરી શકતીઅથવા તો તેને લઈને બેદરકાર કે રિલેક્સ થઈ જાય છે. જો તમે એકાએક હેલ્ધી પ્રેક્ટીસ છોડી દો તો તેની અસર શરીર પર જોવા મળતી હોય છે. 


2. લગ્ન બાદ મોટાભાગે મહિલાઓ ઘરના કામમાં વધુ વ્યસ્ત થઈ જાય છે. અથવા તો સંબંધીઓને એટેન્ડ કરવા કે ટાઈમ આપવાના કારણે તેઓ કસરત કે ફિઝિકલ એક્ટિવિટિઝ પર ધ્યાન આપી શકતી નથી જેના કારણે પેટ અને કમર પાસે ચરબી જમા થવા લાગે છે. 


પતિ કે પત્ની સાથે રિલેશન બગડે તો આ ટિપ્સ અજમાવો, ક્યારેય છૂટા નહીં પડો


લીંબુના આ ઉપાય અજમાવો...ખરાબ નજરવાળાનો ચપટીમાં થશે ખાતમો, ભાગ્ય ચમકી જશે


OMG! એક જ છોકરી સાથે બધા ભાઈઓ કરે છે લગ્ન, પત્ની સાથે રૂમમાં જવા અપનાવે આ ગજબ ટ્રીક


3. વેડિંગ ડેથી માંડીને અનેક દિવસો સુધી પાર્ટીઓ કે રિતી રિવાજોનો દોર ચાલે છે, આ દરમિયાન મહેમાનોની અવરજવર રહે છે. આવા પ્રસંગે દુલ્હનને ઓઈલી અને અનહેલ્ધી ડાયેટ  ખાવો પડે છે, અનેકવાર ઓવરઈટિંગના કારણે વજન કંટ્રોલ થઈ શકતું નથી. 


4. લગ્ન બાદ જો યુવતીઓની ઓફિસ લાઈફ ચાલુ રહે તો ડબલ જવાબદારીઓના કારણે તણાવ પણ વધે છે. અનેક રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે ટેન્શનના કારણે વજનમાં વધારો થઈ શકે છે. 


5. લગ્ન બાદ તરત પરિવારનો ખ્યાલ રાખવાના કારણે મહિલાઓ ઘણી વ્યસ્ત થઈ જાય છે. જેના કારણે તેઓ રોજ 7થી 8 કલાકની ઊંઘ લઈ શકતી નથી. ઓછું સૂવાના કારણે પણ વજન ઝડપથી વધી શકે છે. 


6. લગ્ન બાદ મહિલાઓ તેમના પતિ સાથે અનેકવાર ફિઝિકલ રિલેશન બનાવે છે. જેના કારણે તેમની અંદર હોર્મોનલ ચેન્જિસ આવે છે. આ ફેરફાર પણ વજન વધવા માટે જવાબદાર બની શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube