15 વર્ષની ઉંમરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનયના દમ પર પોતાની જગ્યા બનાવનારા જયા બચ્ચને હાલમાં જ પોતાનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. જયા બચ્ચને અમિતાભ બચ્ચન અને પોતાના બાળકો માટે કરિયરમાંથી બ્રેક લીધો હતો. તમામ જવાબદારી પૂરી કર્યા બાદ તેમણે ફરીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દમદાર એન્ટ્રી કરી હતી. આજે તેઓ ફક્ત ફિલ્મોમાં કામ કરે છે એવું નહીં પણ સંસદમાં પણ પોતાની ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે પણ તેઓ પાપરાઝીઓને મળે છે તો નારાજ થઈ ગુસ્સામાં જોવા મળે છે. તમામ ફેન્સ પણ એ જ વિચાર કરતા હોય છે કે આખરે તેઓ આવું વર્તન કેમ કરે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બીમારીથી પીડિત?
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને તેમના વ્યવહાર અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના માતા જયા બચ્ચન ક્લૌસ્ટ્રફોબિયા નામની બીમારીથી પીડિત છે. આ બીમારીમાં વ્યક્તિનો ગુસ્સો, પોતાના વ્યવહાર પર કોઈ નિયંત્રણ રહેતું નથી. શું છે આ ક્લોસ્ટ્રોફોબિયા અને તેના લક્ષણો વિશે ખાસ જાણો. 


ક્લૌસ્ટ્રફોબિયાના લક્ષણ
ક્લૌસ્ટ્રફોબિયાની સ્થિતિ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. આ બીમારીથી પીડિત લોકોને ભીડમાં હોય તો ગુસ્સો આવવા લાગે છે. આ લોકો ભીડ, વધુ પડતા લોકો કે બંધ જગ્યાઓથી પરેશાન થાય છે. આ ઉપરાંત તેમનામાં નીચે પ્રમાણેના લક્ષણો પણ જોવા મળતા હોય છે. 


1. પરસેવો
2. ધ્રજારી
3. શ્વાસ લેવામાં મુશ્કેલી
4. હ્રદયની ગતિમાં અચાનક વધારો
5. છાતીમાં દુ:ખાવો
6. માથાનો દુ:ખાવો અને બેભાન થઈ જવું
7. મોઢું સૂકાઈ જવું


શું છે તેનો ઈલાજ?
ક્લૌસ્ટ્રફોબિયાની સ્થિતિ વિશે ઘણા લોકોને ખબર હોતી નથી કે કોઈ પણ આ બીમારી વિશે વધુ વાત કરતા નથી. પરંતુ ક્લૌસ્ટ્રફોબિયાથી પીડિત વ્યક્તિની સારવાર મનોવૈજ્ઞાનિકની મદદથી કરવામાં આવે છે. આ સાથે જ બિહેવિયરલ થેરેપી પણ લેવાય છે. જરૂર પડે તો દર્દીને એન્ટીડિપ્રેસેન્ટ દવાઓ પણ આપવામાં આવે છે. 


આ બીમારીમાં અનેક લોકોને પેનિક એટેક પણ આવે છે. આવામાં તમારે તમારી આજુબાજુની ચીજો પર ધ્યાન આપવું જોઈએ જેનાથી ડર લાગશે નહીં. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે પેનિક એટેક બાદ દર્દીએ ઘૂમતી ઘડિયાળ જોવી જોઈએ. તેનાથી તેને રાહત મળે છે. આ સાથે જ આરામ પણ જરૂરી છે. 


(Disclaimer: આ લેખ ફક્ત તમારી જાણકારી માટે છે. તેના પર અમલ કરતા પહેલા તમારા એક્સપર્ટ ડોક્ટરની સલાહ ચોક્કસ લો.)


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube