પત્તામાં 4 બાદશાહ હોય છે, પણ એક બાદશાહની મૂંછ કેમ ગાયબ હોય છે? આ પાછળ છે અતિ રોચક જવાબ
Story of Playing Card Kings: એવુ નથી કે, પહેલાથી જ પત્તામાં લાલ પાનના બાદશાહની મૂંછ ન હતી. હકીકતમાં, લાલ પાનના બાદશાહની મૂંછ પાછળથી કાઢવામાં આવી
Story of Playing Card Kings : શું તમે ક્યારેય પત્તાનો ખેલ રમ્યા છો. પછી ભલે તહેવારોમાં જુગારના રૂપમાં રમ્યા હોય, કે પછી ટાઈમપાસ માટે ઘરમાં રમ્યા હોય, પરંતુ અનેક બાળકોનું બાળપણ પત્તા રમીને વિત્યુ છે. તમે એટલુ તો જાણતા જ હશો કે, ગંજીફાના એક બોક્સમાં 52 પત્તા હોય છે. જેમાં 4 અલગ અલગ પ્રકારના સેટ હોય છે. જેમાં લાલ (બદામ), ચરકટ, ફલ્લી અને કાળીના પત્તા હોય છે. તેમાં એક્કો (A), દુર્રી (2) , તિર્રી (3) થી લઈને નવ્વો (9) અને દસ્સો (10) સુધીના પત્તા હોય છે. તેના બાદ ગુલામ (J), બેગમ (Q) અને બાદશાહ (K) હોય છે. હવે મુદ્દો એ છે કે, શું તમે ક્યારેય ધ્યાન આપ્યુ છે કે નહિ કે 4 બાદશાહમાંથી 1 બાદશાહ એવો હોય છે, જેની મૂંઠ હોતી નથી. શું તમે જાણો છો કે આખરે આવું કેમ હોય છે. તો આજે આ સવાલનો જવાબ જાણી લો.
એક ભૂલને કારણે આવુ થયું
સૌથી પહેલા તો જાણી લો કે, જે બાદશાહની મૂંછ હોતી નથી તે લાલ પાનનો બાદશાહ હોય છે. જેને King of Heart કહેવાય છે. એવુ નથી કે હંમેશાથી લાલ પાનની બાદશાહની મૂંછ ન હતી. હકીકતમાં, પહેલા લાલ પાનના બાદશાહની મૂંછ હતી, પરંતું એકવાર જ્યારે કાર્ડસને ફરીથી ડિઝાઈન કરવામાં આવી રહ્યા હતા ત્યારે લાલ પાનના બાદશાહની મૂંછની ડિઝાઈન કરવાનું રહી ગયુ હતું. જેના બાદ આજ દિન સુધી ગંજીફાના પત્તામાં એક રાજા વગર મૂંછના જ દેખાય છે. જોકે આ એક મોટો સવાલ છે.
ભૂલ સુધારાઈ નહિ, અને આગળ વધતી ગઈ
એવુ કહેવાય છે કે, લાલ પાનનો બાદશાહ એટલે કે કિંગ ઓફ હાર્ટસ ફ્રાન્સના રાજે કિંગ શારલેમન છે, જે બહુ જ સુંદર, સ્માર્ટ અને આકર્ષક હતા. આવામાં અન્ય રાજાઓથી તેમને અલગ બતાવવા માટે આ ભૂલને ભૂલ જ રહેવા દીધી. હવે તમે જાણી લો કે ગંજીફાના પત્તા પર બનેલા ચાર રાજા કયા કયા છે.
ગંજીફામાં બનેલા ચાર બાદશાહ કયા છે
લાલ પાનનો બાદશાહ
આ બાદશાહ વિશે અમે તમને બતાવી ચૂક્યા છે. લાલ પાનના પત્તા પર ફ્રાન્સના રાજા શારલેમન બનેલા છે, જે પ્રાચીન કાળમાં રોમન સામ્રાજ્યના રાજા હતા.
કાળીનો બાદશાહ
હુકમના પાન પર જે રાજાની તસવીર બનેલી છે, તેનુ નામ કિંગ ડેવિડ છે, જે પ્રાચીન કાળમાં ઈઝરાયેલના રાજા હતા.
ચરકટનો બાદશાહ
આ પત્તા પર રોમન કિંગ સીઝર ઓગસ્ટસની તસવીર છે. તેમને રોમન સામ્રાજ્યની નિયંત્રિત કરનારા પહેલા રોમન સમ્રાટ કહેવામાં આવે છે.
ફલ્લીનો બાદશાહ
આ પત્તા પર મેસોડોનિયાના કિંગ સિકંદર ધ ગ્રેટની તસવીર બનેલી છે.