Thailand Tourism : નવા વર્ષના આગમન માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. નવી વર્ષની પાર્ટી માટે ગુજરાતીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાં કેટલાક હરખપદુડા તો વિદેશમાં પાર્ટી કરવા જાય છે. આ માટે થાઈલેન્ડ, વિયેતનામ, સિંગાપોર, દૂબઈ જેવા દેશોની બોલબાલા છે. પરંતુ જો તમારા પતિ કે બોયફ્રેન્ડે બે દેશોમાં પોતાના બોયઝ ગ્રૂપ સાથે એકલા પાર્ટી કરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો ચેતી જજો. તો સમજી જજો કે દાળમાં કંઈક કાળું છે. આ દેશો એટલે સુંદર હસીનાઓનું સ્વર્ગ. આ દેશો એટલે નાઈટલાઈફ અને રંગીન ગલીઓ. આ દેશોમાં નવા વર્ષની પાર્ટી એટલે રાત રંગીન. એટલે સમજી જજો કે, તમારો બોયફ્રેન્ડ કે પતિ બીચમાં નહિ, પણ બારમાં બેસેલા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા બે દેશ
આ બે દેશો છે થાઈલેન્ડ અને વિયેતનામ. હાલ આ બંને દેશોની ન્યૂ યર પાર્ટી માટે ધૂમ ડિમાન્ડ છે. આ માટે લોકોએ પહેલાથી જ ટિકિટ બુક કરાવી લીધી છે. કારણ કે, ડિસેમ્બરના અંત સુધીમાં એર ટિકિટના ભાડામાં તોતિંગ વધારો થઈ જાય છે. પંરતુ આ બંને દેશો ન્યૂ યરની પાર્ટી માટે સ્વર્ગ સમાન છે. આ બંને દેશો તેની નાઈટલાઈફ માટે ફેમસ છે. આ બંને દેશોની ખાસિયત અહીંની રંગીન ગલીઓ છે, જ્યાં ન્યૂ યર પાર્ટી કરવાની મજા જ કંઈક અલગ હોય છે. 


થાઈલેન્ડની રંગીન ગલીઓમાં થાય છે આવું બધું, કોની પાછળ ગુજરાતી પુરુષો લટુડાપટુડા કરે છ


થાઈલેન્ડની ખાસિયત
ગુજરાતીઓ માટે થાઈલેન્ડ એટલે માત્ર સુંદર બીચ જ નહિ. ગુજરાતી પુરુષો માટે થાઈલેન્ડ એટલે સુંદર હસીનાઓનું સ્વર્ગ. થાઈલેન્ડ એટલે રાતભર રંગીન ગલીઓમાં રખડવાની મજા. થાઈલેન્ડ એટલે બાર અને પબમાં દારૂ પીવાનો આનંદ. થાઈલેન્ડ એટલે કોલગર્લ અને દેહ વ્યાપારનો દેશ. આ બધા માટે થાઈલેન્ડના બેંગકોક, પટાયાની નાઈટલાઈફ ફેમસ છે. ભારતના લાખો પર્યટકો દર વર્ષે અને ખાસ કરીને ન્યૂ યરના સમેય થાઈલેન્ડની રંગીન રાતોની મજા લેવા માટે પટાયા કે બેંગકોક પહોંચે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, થાઈલેન્ડની આ રંગીન રાતો પાછળ કેવુ દર્દ છુપાયેલું છે. થાઈલેન્ડની પટાયા અને બેંગકોકમાં બીયરની બહાર, બોડી મસાજ, જુગારના અડ્ડ અને સેક્સ ટ્રેડથી ભરપૂર રાતની રંગીન હસીનાઓ કેવી છે.


વિયેતનામની ખાસિયત
બઈ, થાઈલેન્ડ, બાલીથી કંટાળી ગયેલા ગુજરાતીઓને હવે વિયેતનામ મળી ગયું છે. વિયેતનામ ગુજરાતીઓનું નવુ ડેસ્ટિનેશન બન્યું છે. એમ કહો કે વિયેતનામ ગુજરાતીઓ માટે સસ્તુ સ્વર્ગ બન્યું છે. થાઈલેન્ડ કરતા ત્રણ ગણા ઓછા ખર્ચામા અહી આખો દેશ ફરી શકાય છે. સાથે જ આ દેશે ભારતીયો માટે ફ્રી વિઝાની જાહેરાત કરી છે. હાલ ક્રિસમસની ન્યૂ યરની પાર્ટી માટે મોટાભાગના લોકો થાઈલેન્ડ જતા હોય છે. આવામાં તમે ન્યૂ યરની પાર્ટી માટે વિયેતનામ જઈ શકો છો. જે સસ્તામાં તમને જલસા કરાવશે. 


ન્યૂ યર પાર્ટી માટે થાઈલેન્ડ નહિ આ દેશમાં જાઓ : રંગીન ગલીઓ, નાઈટલાઈફ ને દારુ બધુ છે