નવી દિલ્લીઃ શું તમે સ્વાદિષ્ટી ભારતીય ભોજન બનાવવાના શોખીન છો? શું તમારા ભોજનથી શરીરને પોષ્ણ મળે તેવું ફોકસ રહે છે? જો હા તો સરકાર તમને આયુર્વેદમાં માસ્ટર શેફ બનવાનો અને 1 લાખ રૂપિયા જીતવાનો શાનદાર મોકો મળી રહ્યો છે. દુનિયા સુધી ભારતીય ભોજન પહોંચાડવાનો પ્રયાસ-
આયુષ મંત્રાલય ભારતીય ખાન-પાનમાં છુપાયેલી રાઝ દુનિયા સુધી પહોંચાડવા માટે અનોખી માસ્ટર શેફ પ્રતિયોગિતાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કોમ્પિટીશનની થીમ છે આહાર ફોર પોષણ. સરળ ભાષામાં ન્યુટ્રિશન વાળું ભોજન. 10 એપ્રિલ સુધી કરી શકો છો અપલાય-
જો તમને લાગે છે કે તમે પોષ્ણક્ષમ ભારતીય ભોજન તમે પણ બનાવી શકો છો, તો 10 એપ્રિલ સુધીમાં આ કોમ્પિટીશન માટે તમે અપલાય કરી શકો છો. આ કોમ્પિટીશનમાં અલગ-અલગ 6 કેટેગરી છે. આ કેટેગરી છે - અનાજ આધારિત ભોજન - બાજરા આધારિત ભોજન - નટ્સ અથવા દાળનું બનેલું ભોજન - ફળ અને શાકભાજીથી તૈયાર રેસીપી - ડેરી પ્રોડક્ટ આધારિત ભોજન - ફ્યુઝન એટલે 2 રેસીપીનું સંગમ વીડિયો આયુષ મંત્રાલયને મોકલવાનો રહેશે-
આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ માટે તમારે ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા અને ફોર્મ વિશેની સંપૂર્ણ માહિતી આયુષ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એપ્લિકેશન મોકલવા માટે તમારે 5 થી 7 મિનિટનો રસોઈનો વીડિયો અપલોડ કરવાનો રહેશે. આ વિડિયો અંગ્રેજી કે હિન્દીમાં બનાવી શકાય છે. તે વિડિયોમાં ભોજનની રેસીપી અને તે ભોજનના ફાયદા જણાવવા જરૂરી છે. એક વ્યક્તિ માત્ર એક જ એન્ટ્રી મોકલી શકે છે. ફાઈનલ 22મી એપ્રિલે ગાંધીનગરમાં યોજાશે-
તમે જે પણ રેસીપી પસંદ કરો છો, તે આયુષના સિદ્ધાંતો અનુસાર હોવી જોઈએ. એટલે કે, તે રેસીપીમાં કૃત્રિમ રંગો, સ્વાદ કે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ હોવો જોઈએ નહીં. વીડિયોના આધારે દરેક શ્રેણીમાંથી 5 લોકોને પસંદ કરવામાં આવશે. જેઓ ફાઈનલ રાઉન્ડમાં પહોંચશે તેઓને 22મી એપ્રિલે ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારી આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ફાઈનલ માટે બોલાવવામાં આવશે.   વિજેતાઓને લાખોના ઈનામો મળશે-
એ સમિટમાં તેઓએ એ જ વાનગી ફરીથી બધાની સામે બતાવવાની છે, સાથે જ તેના ફાયદા પણ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં જણાવવાના રહેશે. ફાઇનલમાં, દરેક કેટેગરીમાં 3-3 વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. એટલે કે 6 કેટેગરીમાં કુલ 18 વિનર હશે. આ વિજેતાઓ આયુષ મંત્રાલય માસ્ટર શેફ સ્પર્ધામાં પ્રથમ આવનારને 1 લાખ, બીજા આવનારને 75 હજાર અને ત્રીજા સ્થાને આવનારને 50 હજાર રૂપિયાનું ઈનામ મળશે.