Eye Vision: આંખના ચશ્મા ઉતારી દેશે શિયાળાના આ 5 ફુડ, દિવસમાં એકવાર કોઈ એક જરૂર ખાવું
Eye Vision: લેપટોપ, મોબાઈલ અને અન્ય ગેજેટ પર કલાકો સુધી કામ કરવાના કારણે અને પોષકતત્વોની ઉણપના કારણે આંખ સમય પહેલા જ નબળી પડી જાય છે. આ સમસ્યાને દુર કરવી હોય તો શિયાળામાં કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ. આ વસ્તુઓ આંખનું વિઝન સુધારવામાં મદદ કરે છે.
Eye Vision: આંખને સ્વસ્થ રાખવામાં પણ ડાયટની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આજના સમયમાં નાના નાના બાળકોને પણ ચશ્મા આવી જાય છે. આ સિવાય જે લોકો કોમ્પ્યુટર કે લેપટોપ સામે કલાકો સુધી કામ કરે છે તેમની આંખો પણ ઝડપથી નબળી પડવા લાગે છે અને તેમને ચશ્મા પહેરવા પડે છે. યુવાનો ડિજિટલ ગેજેટનો ઉપયોગ વધારે કરતા હોય તો પણ આંખ પર પ્રેશર બને છે અને આંખ નબળી થવા લાગે છે. આ બધી જ સ્થિતિમાં જો વ્યક્તિ ડાયટ પર પણ ધ્યાન ન આપે અને જરૂરી પોષક તત્વો તેને ન મળે તો આંખ વધારે નબળી પડી જાય છે. તેની સામે જો તમે સમયસર ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો છો તો આંખની રોશની વધે છે. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી આંખ સ્વસ્થ રહે છે.
આ પણ વાંચો: Dry Lips: શિયાળામાં હોઠ ફાટે ત્યારે અપનાવો આ 3 નુસખા, ફાટેલા હોઠની તકલીફથી મળશે આરામ
ગાજર
આંખ માટે હેલ્ધી ફૂડની વાત આવે તો ગાજર સૌથી પહેલા આવે છે. ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે. આ તત્વો આંખની રોશની વધારે છે અને આંખના સેલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
શક્કરિયા
શિયાળામાં શેકેલા શક્કરીયા ખાવા સૌ કોઈને પસંદ હોય છે. સ્વાદિષ્ટ શક્કરિયા આંખ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શક્કરિયા વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર હોય છે. જે આંખ માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા નહીં જવું પડે
આમળા
શિયાળામાં મળતા આમળા આંખ માટે સૌથી વધારે ફાયદાકારક છે. આમળા આંખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામીન સી થી ભરપુર આમળા આંખનો મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે. સાથે જ તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને આંખ સંબંધીત સમસ્યાઓ ઓછી થાય છે.
આ પણ વાંચો: ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
પપૈયા
પપૈયા પણ આંખ માટે ફાયદાકારક છે. પપૈયામાં વિટામિન એ વિટામિન સી ઉપરાંત વિટામીન એ પણ હોય છે. આ પોષક તત્વો આંખ માટે લાભકારી છે. પપૈયું ખાવાથી તડકાના કારણે થયેલું આંખનું નુકસાન અને ગેજેટ્સ ના કારણે આંખ પર થતી ખરાબ અસર ઓછી થાય છે.
આ પણ વાંચો: એલોવેરા સાથે આ 2 વસ્તુઓ ખાવાનું શરુ કરો, થોડા જ દિવસોમાં લટકતું પેટ અંદર જતું રહેશે
લીલા પાનવાળા શાક
પાલક, મેથી, કોથમીર જેવી લીલી શાકભાજી પણ આંખનું સ્વાસ્થ્ય સુધારે છે. શિયાળામાં આવા શાકભાજી સૌથી વધારે મળે છે અને તેનું સેવન પણ સૌથી વધુ કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)