COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ શિયાળાની ઋતુ ચાલી રહી છે, આ ઋતુમાં લોકો પોતાને ગરમ રાખવા માટે ઘણાં ગરમ વસ્ત્રો પહેરે છે. એવા ઘણા લોકો છે જે રાત્રે સૂતી વખતે પણ ગરમ કપડા પહેરીને સૂઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. રાત્રે સ્વેટર પહેરીને સૂવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ રાત્રે સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા.


રેશિઝ-
ગરમ કપડાં પહેરીને સૂવાથી ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે. તેનાથી ત્વચા પર ખંજવાળ આવી શકે છે. આવી સ્થિતિમાં રાત્રે સ્વેટર પહેરીને સૂવું નહીં.


બીપી-
ઊની કપડાં પહેરવાથી શરીરની ગરમી બહાર નથી આવવા દેતી, જેના કારણે બીપી અને ડાયાબિટીસના દર્દીઓની સમસ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.


શ્વાંસ લેવામાં તકલીફ-
ગરમ કપડાંમાં સૂવાથી ઓક્સિજન અવરોધાય છે. આવી સ્થિતિમાં તમારે ગભરાટનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.


બીપી લો થવું-
ગરમ કપડાં પહેરીને સૂવાથી તમને રાત્રે ખૂબ પરસેવો થાય છે, જેના કારણે તમારું બીપી પણ ઓછું થઈ શકે છે. આવી સ્થિતિમાં રાત્રે સ્વેટર પહેરીને સૂવું નહીં.