Winter Weight Loss: શરીરનું વજન કેટલું વધે છે તેનો આધાર ભોજન અને લાઈફ સ્ટાઈલ પર હોય છે. તમે આખો દિવસ શું કરો છો અને શું ખાવ છો તેનાથી પણ શરીરનું વજન પ્રભાવી થાય છે. જેમકે સવારે નાસ્તો હેલ્ધી ન હોય તો શરીરને એનર્જી મળતી નથી અને આખો દિવસ ખાવા પીવાની ક્રેવિંગ રહે છે જેના કારણે વજન ઝડપથી વધી શકે છે. તેના બદલે સવારની શરૂઆત જો તમે હેલ્ધી વસ્તુઓથી કરો છો તો શરીરને એનર્જી મળે છે અને વેટ લોસ પણ ઝડપથી થાય છે. તેમાં પણ હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુમાં ખાવા પીવાની બાબતમાં ખાસ સજાગ રહેવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઈશા અંબાણી મોંઘા બ્યુટી પ્રોડક્ટથી નહીં આ ફેસપેકથી વધારે છે ત્વચાની સુંદરતા


શિયાળામાં જો તમે એક્ટિવ નથી રહેતા અને ખાધા પીધા પછી આરામ કરવા લાગો છો તો વજન ઝડપથી વધવા લાગે છે. ખાસ કરીને પેટ અને કમરની આસપાસ ચરબી જામવા લાગે છે. તેથી જ શિયાળામાં રાત્રે સમયસર જમી લેવું. આ ઉપરાંત સવારે જાગીને સૌથી પહેલા કોઈ હેલ્ધી ડ્રિન્ક પીવું. 


જો તમે એક્સરસાઇઝ કર્યા વિના વજન ઘટાડવા માંગો છો તો શિયાળામાં સવારે તજનું પાણી પીવાની શરૂઆત કરી દો. રોજ સવારે ખાલી પેટ તજનું પાણી પી લેશો તો બેલીફેટ ઝડપથી દૂર થશે. સાથે જ શરીરને અન્ય ફાયદા પણ થશે. 


આ પણ વાંચો: શિયાળામાં ચહેરા પર ગ્લો લાવશે મલાઈ, આ 3 વસ્તુ મિક્સ કરીને બનાવો મલાઈનું ફેસપેક


સવારે તજનું પાણી પીવાના ફાયદા 


તજ એવો ગરમ મસાલો છે જેનો ઉપયોગ રસોઈમાં અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. તજમાં ઔષધીય ગુણ હોય છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સવારે તો જ ખાવાથી કે તજનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે. જો તમે બેલીફેટ થી પરેશાન છો તો એક કપ તજનું પાણી પીવાની શરૂઆત કરી દેજો. 


આ પણ વાંચો: વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર


કેવી રીતે બનાવવું તજનું પાણી ? 


એક ગ્લાસ પાણીને બરાબર ઉકાળો અને તેમાં એક ચમચી તજનો પાવડર ઉમેરો અને બે મરીને વાટીને ઉમેરી દો. પાંચ મિનિટ સુધી આ બધી વસ્તુને ઉકળવા દો. ત્યાર પછી ગેસ બંધ કરી કપમાં તેને ગાળી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી સ્વાદ અનુસાર મધ ઉમેરીને પી લેવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)