નવી દિલ્હીઃ ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં તમારી શરીરને ગરમ રાખવું એક મુશ્કેલ કામ હોય છે. એવામાં શરીરને પૂરતું ન્યૂટ્રીશન આપવા માટે તમે ઠંડીના સિઝનલ ફૂડનો સહારો લઈ શકો છો. આ સિઝનમાં મળનારા અનેક સુપરફૂડ માત્ર તમારા શરીરને ગરમ જ રાખતું નથી પરંતુ આ સિઝનમાં થનારી બિમારીઓથી દૂર પણ રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. કોળું:
ઠંડીની સિઝનમાં આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, બીટા કેરોટીન અને વિટામીન-સી, બી6 મળી આવે છે. એકસપર્ટ કહે છે કે ઠંડીમાં કોળું ખાવાથી આપણા શરીરનું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ રહે છે.


2. આદુ:
આદુમાં રહેલા ઔષધીય ગુણ ઠંડીમાં સર્ક્યુલેટ થવાથી વાયરસ સામે આપણો બચાવ થાય છે. એક્સપર્ટ જણાવે છે કે આદુનો ઉપયોગ ઠંડીમાં ડાઈજેશન, પેટમાં ખરાબી અને ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવા માટે કરવામાં આવે છે. તેના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ એલર્જી પર શાનદાર કામ કરે છે.


3. કેલ:
પોટેશિયમથી ભરપૂર કેલ શરીરથી સોડિયમના વધારાના પ્રમાણને બહાર કરીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ફોલેટનો સારો સોર્સ હોવાના કારણે આ ગર્ભવતી મહિલાઓને પણ મોટો ફાયદો થાય છે. ઠંડીમાં તમે પાલક જેવી વસ્તુનો ઉપયોગ તેની જગ્યાએ કરી શકો છો.


4. ખાટા ફળ:
ખાટા ફળ વિટામીન-સીનો શાનદાર સોર્સ માનવામાં આવે છે. કોલ્ડ કે ફ્લૂની સિઝનમાં તેને ખાવાથી મોટો ફાયદો થાય છે. ખાટા ફળ એટલે સંતરા, ચકોતરા અને લીંબુ જેવા ફળમાં રહેલા મિનરલ અને ફાઈટેકેમિકલ્સ કેન્સર જેવી ભયંકર બીમારીનો ખતરો ઓછો કરે છે.


5. સફરજન:
સફરજન વિટામીન-સીનો સારો સોર્સ છે. જેને ઠંડીની સિઝનમાં ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ સારી રહે છે. તેમાં પેક્ટિન, પાણીમાં ભળી જાય તેવા ફાઈબર કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડવામાં મદદગાર છે. સફરજનને તેની છાલ સાથે થવાથી વધારે ફાયદો થાય છે. તેની છાલમાં રહેલ ફાઈબર અને ફાઈટોન્યૂટ્રિયન્ટ્સ હોય છે.


6. શક્કરિયા:
શક્કરિયા પણ ડાયાબિટીસ માટે જરૂરી કાર્બ્સમાંથી એક છે. એક શક્કરિયામાં 4 ગ્રામ ફાઈબર અને વિટામીન સી હોય છે. એન્ડોક્રાઈન જર્નલના એક સ્ટડી પ્રમાણે તેમાં મળી આવતું વિટામીન એ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરનારી કોશિકાઓમાં સુધારો કરે છે. તેમાં રહેલા બીટા કેરોટીન એન્ટીઓક્સિડેન્ટ ફ્રી રેડિકલ ડેમેજ અને ઈન્ફ્લેમેટરી પણ બચાવે છે.


7. દાડમ:
દાડમમાં પોલીફેનલ્સનું બહુ વધારે પ્રમાણ હોય છે. એક્સપર્ટ દાવો કરે છે કે આ અમારી હાર્ટ હેલ્થ અને ઈન્ફેક્શનથી લડવાની સાથે સાથે મેમરીને પણ સારી રાખે છે. તે સિવાય દાડમને ડાયાબિટીસમાં પણ મોટું ફાયદાકારક છે.


8. બ્રોકલી:
સફરજનની જેમ બ્રોકલી પણ વિટામીન સીનો સારો સોર્સ માનવામાં આવે છે. એક કપ બ્રોકલી વિટામીન-સીની દૈનિક જરૂરિયાતોને પૂરી કરી શકે છે. તેમાં કેન્સર સામે લડનારા પોષક તત્વ પણ હોય છે. અનેક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રોકલી જેવી શાકભાજી કેન્સર સામે બચાવવાનું કામ કરે છે.


9. બીટ:
બીટને તેના ગુણકારી તત્વોના કારણે સુપરફૂડ માનવામાં આવે છે. આ બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવાની સાથે સાથે સ્નાયુઓની શક્તિ ડેમેન્શિયા અને વેઈટ લોસ માટે સારી માનવામાં આવે છે. તેમાં રહેલા ફોલેટ, પેટેશિયમ અને બીટા કેરોટીન શરીર માટે મોટા ફાયદા છે.


10. એવાકાડો:
એવાકાડો ઓમેગા-3, વિટામીન-બી, વિટામીન બી6, વિટામીન-ઈ, વિટામીન-સી, વિટામીન-કે પેન્ટોથેનિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વ મળી આવે છે. એક સ્ટડી પ્રમાણે એવોકાડો વેઈટ લોસ અને આંતરડાના કેસમાં મોટો ફાયદાકારક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube