• મહિલા દ્વારા શેર કરાયેલી આ તસવીર પર લોકોના વિચિત્ર તથા ગુસ્સાભર્યા રિએક્શન સામે આવ્યા,

  • અનેક લોકો આ પોસ્ટ પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, આ બહુ જ વિચિત્ર હરકત છે


ઝી મીડિયા/બ્યૂરો :આજની યંગ જનરેશનને મેગી ખાવાનો બહુ જ શોખ હોય છે. મેગી (maggi) ખાવા નાનાથી લઈને મોટાઓને પણ પસંદ હોય છે. તો અનેક લોકો મેગીની સાથે એક્સપરિમેન્ટ્સ પણ કરતા જોવા મળે છે. કેટલાક લોકો સૂપી મેગી પસંદ કરે છે, તો કેટલાક ચીઝ મેગી. જ્યારે કે કેટલાકને ઈંડાની મેગી પસંદ હોય છે. પરંતુ હાલમાં જ એક મહિલાએ મેગીની સાથે એવુ એક્સપરિમેન્ટ કર્યું કે, જે વાયરલ તો થયુ, પણ લોકોને તે જોઈ ઉબકા આવી ગયા. આ મહિલાએ મેગીમાં દહી (maggi and curd) નાંખીને ખાધુ અને સાથે જ સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ શેર કરી. મહિલા દ્વારા નાંખવામાં આવેલી તસવીરને જોઈને લોકોમાં ગુસ્સો ફૂટી નીકળ્યો. 


‘હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો?’ સાંભળતા જ મદદે દોડી જાય છે રાજકોટનું આ ગ્રૂપ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા દ્વારા શેર કરાયેલી આ તસવીર પર લોકોના વિચિત્ર તથા ગુસ્સાભર્યા રિએક્શન સામે આવ્યા. ફેલન માસ્ક નામની આ મહિલાએ મેગી અને દહીના કોમ્બિનેશનવાળી આ તસવીરને શેર કરતા લખ્યું કે, મેગી અને દહી ખાવાની આત્મા છે. આ ફોટો જોઈને લોકોએ અલગ અલગ કોમેન્ટ્સ કરી.



આ ટ્વીટને 16 નવેમ્બરના રોજ શેર કરવામાં આવી હતી. આ ટ્વીટને અત્યાર સુધી 160 થી વધુ લોકો લાઈક્સ કરી ચૂક્યા છે અને 300 થી વધુ લોકો રીટ્વીટ કરી ચૂક્યા છે. અનેક લોકો આ પોસ્ટ પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, આ બહુ જ વિચિત્ર હરકત છે.