નવી દિલ્લીઃ સ્ત્રીઓ ઉપયોગ કરતી ઘણી ફેશનેબલ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી એક વસ્તુ હાઇ હીલ સેન્ડલ છે. તો જાણી લો કે હાઇ હીલ્સ પહેરવાથી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે. નિષ્ણાતોના મતે હાઈ હીલ વાળા સેન્ડલ કે ચંપલ પહેરવાથી આપણી હેલ્થને ઘણાં મોટા નુકસાન થાય છે. જેને કારણે તમારે આખી જિંદગી માંદગી, શારીરિક દુઃખાવો કે પીડા સહન કરવાનો પણ વારો આવી શકે છે. જાણો વિગતવાર માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) ઓસ્ટિયોઆર્થરાઇટિસ-
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ, ઉંચી એડીવાળા સેન્ડલ અથવા પગરખાં ઘૂંટણ અને સાંધા પર દબાણ વધારે છે. ઉંચી-એડીના સેન્ડલ પહેરવાથી ઓસ્ટિયોઆર્થરાઇટિસનું જોખમ અનેકગણું વધી જાય છે. આ રોગમાં, હાડકાં તૂટી જાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં બે ગણું વધુ જોખમ રહેલું છે.


2) માંસ પેશીઓ ખેંચાશે-
હાઈ હીલ્સથી સ્નાયુઓ પર વધારાનું દબાણ લાવે છે. લાંબા સમય સુધી ઉંચી હીલ વાળા પગરખા પહેરવાથી જાંઘના સ્નાયુઓ ખેંચાય છે અને સિયાટિકા અને અન્ય રોગોનું જોખમ વધે છે.


3) ફ્રેકચર અને પ્લાસ્ટર-
જો લાંબા સમય સુધી ઉંચી એડીવાળા પગરખાં અથવા સેન્ડલ પહેરવામાં આવે છે, તો હાડકાં તૂટી શકે છે અથવા ક્રેક થઈ શકે છે. પરંતુ જો હાઈ હીલ્સ પહેરવાની સાથે, સામાન્ય પગરખાં અને ચંપલનો ઉપયોગ પણ વચ્ચે કરવામાં આવે તો આ સમસ્યાઓથી બચી શકાય છે.


4) ગર્દનનો દુખાવો-
હાઈ હીલ્સ વાળા પગરખા ગળા સુધી મુશ્કેલી આપી શકે છે. હકીકતમાં, ઉંચી હીલના લીધે, શરીરનું કુદરતી સંતુલનને ખલેલ પહોંચે છે અને સંતુલન જાળવવા માટે, અન્ય અવયવો પર વધુ પડતું દબાણ આવે છે.


5) કમર દર્દ-
હાઈ હિલ્સને કારણે સાંધા અને ઘૂંટણ સિવાય, હિપ્સના હાડકાં અને કરોડરજ્જુ પર પણ વધારાનું દબાણ આવે છે. જો આવા જૂતાનો સતત ઉપયોગ કરવામાં આવે, તો આ પીડા કાયમ રહી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)