Artificial Womb Facility: કહેવાય છેકે માતૃત્વ ધારણ કરવાથી મોટું કોઈ સુખ નથી, દરેક નવ દંપતીની ઈચ્છા હોય છેકે તે માતા-પિતા બને, કેટલાક લોકો સરળતાથી માતા-પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરી લે છે તો કેટલાક લોકોને આ સુખ નથી મળી શકતું. કેટલાક કેસમાં તો IVF પણ ફેલ થઈ જાય છે. આવા દંપતી માટે ખુશખબરી છે, વિજ્ઞાનમાં પ્રેગ્નેન્ટ થયા વગર જ માતા બનવાનો રસ્તો શોધી કઢાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોએ એવી ટેકનિક વિકસિત કરી છેકે જેની મદદથી બાળકો પ્રાકૃતિક ગર્ભાશય વગર જ જન્મ લઈ શકશે. જે દંપતી ઈનફર્ટિલિટી, યૂટરસ કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે બાળકોને જન્મ નથી આપી શકતા, તેમના માટે આ ટેકનિક કોઈ સપનાથી ઓછી નથી. આને આર્ટિફિશિયલ વૉમ્બ ફેસિલિટી તરીકે ઓળખાય છે. આ ટેકનિક એક્ટોલાઈફ નામની કંપનીએ બનાવી છે. જાણીએ આના વિશે વિસ્તારથી.


આ પણ વાંચો:
હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવ્યો! ઓર્ડરમાં અધધ...ટકાનો વધારો
તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા


શું છે આર્ટિફિશિયલ વૉમ્બ ફેસિલિટી
આ ફેસિલિટીથી એ દંપતી માટે એક આશાની કિરણ જાગી છે જે સંતાન સુખ પ્રાપ્ત કરવાની આશા ગુમાવી ચૂક્યા છે. આર્ટિફિશિયલ વૉમ્બની મદદથી બાળકને જન્મ આપવાની ટેકનિકલને જ આર્ટિફિશિયલ વૉમ્બ ફેસિલિટી કહેવાય છે. આર્ટિફિશિયલ વૉમ્બની ડિઝાઈન માતાના શરીરમાં હાજર અસલી ગર્ભાશયની જેમ જ કરવામાં આવી છે અને આ ગર્ભાશયમાં જન્મ લેનાર બાળક પણ ખાસ હશે. આમાં માતા-પિતા પોતાના હિસાબે બાળકમાં તમામ સારી ક્વોલિટી કસ્ટમાઈઝ કરી શકશે. માતા-પિતા તેમના હિસાબ રંગ, ચહેરાની બનાવટ, ટેવ અને એટલું જ નહીં જિન પણ બદલાવી શકશે. આ ટેકનિકની મદદથી આંખનો રંગ, બાળકનો રંગ તમામ વસ્તુ માતા-પિતા પસંદ કરી શકશે. કંપનીએ દાવો કર્યો છેકે આ ટેકનિકથી બાળક સ્વસ્થ જન્મ લેશે, એક્ટોલાઈફ પાસે હાઈ ઈક્વિપમેન્ટવાળી 75 લેબ છે અને દરેક લેબમાં 400 ગ્રોથ પૉડ્સ છે જ્યાં ગર્ભની જેમ બાળકનો વિકાસ થશે. 


કેવી રીતે કરશે કામ?
આ ટેકનિકની મદદથી મશીનમાં પુરુષનું સ્પર્મ અને મહિલાના એગને રાખવામાં આવશે ત્યાર બાદ માતાની કુખની જેમ મશીન કામ કરવાનું શરૂ કરી દેશે. બર્થ પૉર્ડ્સમાં આર્ટિફિશિયલ અંબ્લિકલ કૉર્ડ હશે જેનાથી બાળકોને એક્સિજન અને પોષક તત્વો મળતા રહેશે, જેવી રીતે માતાના ગર્ભમાં ફ્લૂડ હોય છે તેવી જ રીતે આર્ટિફિશિયલ વૉમ્બમાં એમિનોઓટિક્સ નાખવામાં આવશે. જેમ જેમ બાળકનો વિકાસ થશે તેમ તેમ એ પ્રમાણેના પોષક તત્વ નાખવામાં આવશે. ડૉક્ટરનું કહેવું છેકે 9 મહિના સુધી જેમ માતાના ગર્ભમાં બાળક રહે છે તેવી જ રીતે આર્ટિફિશિયલ વૉમ્બમાં રહેશે, એટલા માટે સ્વાસ્થ્ય પર પણ કોઈ જોખમ નહીં રહે જોકે ડૉક્ટર એ પણ કહે છેકે હજુ સુધી આનો ઉપયોગ નથી થયો એટલા માટે પ્રામાણિક ના કહી શકાય.


આ પણ વાંચો:
શું રાજકોટમાં રમાશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ? કેમ થઈ શકે છે મેદાનમાં ફેરફાર?
12 ફેબ્રુઆરી 2023 રાશિફળઃ કોને ફળશે આજે ગ્રહોની ચાલ? જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube