નવી દિલ્લીઃ વર્કિંગ કપલ્સ સામે વર્કફ્રોમ હોમ દરમિયાન અનેક પડકારો આવે છે. ખાસ કરીને જે કપલ્સ જોઈન્ટ ફેમિલીમાં રહે છે તેમના માટે લોકડાઉનનો સમય ખુબ જ પડકારભર્યો રહ્યો પરંતુ નેગેટિવ બાબતને સાઈડમાં મૂકીને આપણે જોઈએ તો જોઈન્ય ફેમિલિમા ઘણા ફાયદા પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ એક પર ભાર નથી રહેતો:
જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિ પર બધો ભાર નથી પડતો. ઘરના કામ પણ વહેંચાય જાય છે. આ જ કારણે જોઈન્ટ ફેમિલીમાં સભ્યોને કોઈ પણ કામ માટે મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. આમ વર્કિંગ વુમન જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય ત્યારે તેને આ મોટો ફાયદો થાય છે.


દાદા-દાદી અને નાના-નાનીથી પાસેથી શીખામણ:
વર્કિંગ કપલ્સ પાસે પોતાના બાળકોને પારિવારિક મૂલ્યો શીખડાવવાનો સમય નથી રહેતો. એવામાં જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો છો ત્યારે દાદા-દાદી, કાકા-કાકીની સહાયતાથી બાળકો પારિવારિક મૂલ્યો શીખી શકે છે. આ સિવાય પોતાના બાળકોને દાદા-દાદી પણ નાના-નાની પાસેથી સારી બાબતો શીખવા મળે. 


ફાઈનેન્શિયલ સપોર્ટ:
સંયુક્ત પરિવારમાં રહેવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. મોટાભાગે જોઈન્ટ ફેમિલીમાં જોવા મળે છે કે, ઘરમાં કોઈ પણ સભ્ય પર કોઈ આર્થિક મુશ્કેલી આવે ત્યારે બીજા સભ્યો તેમને આર્થિક રીતે મદદ રૂપ થાય છે. જેનાથી ફાઈનાન્શિયલ સપોર્ટ મળી રહે છે. 


આ સિવાય પણ જોઈન્ટ ફેમિલીમાં માનસિક, આર્થિક સહિત બીજા અનેક ફાયદા થાય છે. પરિવારના સભ્યોના સપોર્ટથી માણસ કોઈ પણ સ્થિતિમાં પડીભાંગતો નથી. આમ, વર્કિંગ કપલ્સ માટે જોઈન્ટ ફેમિલીમાં રહેવાના અનેક ફાયદા છે.