Worlds most expensive nail polish: તમારી નજરમાં દુનિયામાં સૌથી મોંઘી નેલ પૉલિશ કેટલા રૂપિયાની હોઈ શકે? કદાચ તમારો જવાબ હશે કે વધુમાં વધુ 1 લાખ રૂપિયા. પરંતુ, દુનિયાની સૌથી મોંઘી નેલ પૉલિશની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. દુનિયાની સૌથી કિંમતી નેલ પૉલિશની એક બોટલની કિંમતમાં લક્ઝરી ગાડી-બંગલો આવી શકે છે. અથવા તો તમે ડાયમંડની અઢળક જ્વેલરી ખરીદી શકો છો. દુનિયાની સૌથી મોંઘી નેલ પૉલિશનું નામ અજેચર બ્લેક ડાયમંડ (Azature Black Diamond)છે. આ કાળા રંગની નેલ પૉલિશને લૉસ એન્જેલિસના ડિઝાઈનર અજેચર પોગોસિએને (Azature Pogosian) બનાવી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બ્લેક કલરની નેલ પૉલિશની એક બોટલની કિંમત લગભગ 2,50,000 ડૉલર, એટલે કે 1 કરોડ 90 લાખ રૂપિયા છે. આ કાળા રંગની નેલ પૉલિશને ખરીદનારાઓમાં હોલિવુડ એક્ટ્રેસ મેગનન ફોક્સ, કેલી ક્લાર્કસન અને લિવ ટાયલેર પણ સામેલ છે. આ પહેલાં આ બ્રાન્ડે લાખો રૂપિયાની અને ડાયમંડની નેલ પૉલિશ લોન્ચ કરી હતી. પરંતુ બ્લેક ડાયમંડ નેલ પૉલિશ અજેચર આગળ તમામ નેલ પૉલિશ ઝાંખી છે. 


શા માટે છે આટલી મોંઘી
અજેચર બ્લેક ડાયમંડ (Azature Black Diamond)નું આટલું મોંઘુ હોવાનું રહસ્ય તેને બનાવવામાં ઉપયોગમાં લેનાર સામગ્રી છે. આને ડિઝાઈન કરનાર ડિઝાઈનરે આને બનાવવા માટે 267 કેરેટ બ્લેક ડાયમંડનો પ્રયોગ કર્યો છે. એ જ કારણ છેકે આ નેલ પૉલિશની કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે. આ નેલ પૉલિશ એક મોંઘી Manicure Serviceની સાથે આવે છે. એટલા માટે અમુક જ સેલિબ્રિટી Manicurists દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં આને માત્ર 25 લોકોએ જ ખરીદી છે. 


gold rush couture nail polish પણ દુનિયાની એક મોંઘી નેલ પૉલિશ છે. આની કિંમત 93 લાખ રૂપિયા છે. આ નેલ પૉલિશની ખાસ વાત એ છે કે, આની બોટલ પર 118 ક્રિસ્ટલ ડાયમંડ્સ લાગ્યા છે. આઈ ડૂ બાય એલે કૉસ્મેટિક્સ નેલ પૉલિશ પણ મોંઘી નેલપેઈન્ટમાં સામેલ છે. આને પ્લેટિનમના ભૂક્કાથી બનાવવામાં આવે છે અને તેની કિંમત 40 લાખ રૂપિયા છે.


આ પણ વાંચો:
ક્યારે ઉજવાશે હરિયાળી અમાસ ? અમાસના દિવસે કરેલી આ ભુલ તિજોરી કરી દેશે ખાલી
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત

1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube