નવી દિલ્હીઃ ડાયાબિટીસની ભલે કોઈ સારવાર નથી પરંતુ આ સાઇલેન્ડ કિલર બીમારીને મેનેજ કરી શકાય છે. ડાયાબિટીસ દર્દીને હંમેશા પોતાની લાઇફસ્ટાઇલ અને ડાયટને હેલ્ધી બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ આ બીમારીનો શિકાર છો અને તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો આચાર્ય શ્રી બાલકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા કેટલાક યોગાસન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વાંગાસન
ડાયાબિટીસને મેનેજ કરવા માટે સર્વાંગાસનને તમારા ડેલી રૂટીનનો ભાગ બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે આ આસનની મદદથી તમે ડાયાબિટીસ કંટ્રોલ કરી શકો છો. સારૂ પરિણામ હાસિલ કરવા માટે જેટલો સમય સુધી સર્વાંગાસન કરી રહ્યાં છો એટલા સમય સુધી તમારે શવાસન પણ કરવું જોઈએ.


ઉત્તાનપાદાસન
ઉત્તાનપાદાસાન ન માત્ર તમારા ડાયાબિટીસને મેનેજ કરવામાં પરંતુ તમારો મોટાપો ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. એટલું જ નહીં તમે આ આસનની પ્રેક્ટિસ કરી તમારી ગટ હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરી શકો છો.


આ પણ વાંચોઃ કાજુ-બદામનો છે બાપ! દરેક ટુકડામાં 100 ગણી તાકાત, શક્તિ વધારવા માટે ખાતા હતા રાજાઓ


હલાસન
જો તમે ઈચ્છો છો તો હલાસનને તમારા ડેલી રૂટીનમાં સામેલ કરી બ્લડ સુગર લેવલ પર કાબૂ મેળવી શકો છો. આયુર્વેદ પ્રમાણે ડાયાબિટીસને મેનેજ કરવા માટે હલાસનનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. 


નૌકાસન
બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી ડાયાબિટીસને મેનેજ કરવા માટે નૌકાસન પણ એક સારૂ આસન સાબિત થઈ શકે છે. ઉત્તાનપાદાસનની જેમ આ આસન પણ તમારા હાર્ટ અને લંગ્સ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.