Home Remedies For White Hair: કોલેજ જવાની ઉંમરમાં આજના સમયમાં વાળ સફેદ થવા લાગે છે. સફેદ થતા વાળ કોઈને ગમતા નથી. તેથી વાળ સફેદ થવાની શરૂઆત થાય કે તુરંત જ લોકો હેર કલર અથવા તો મહેંદીનો ઉપયોગ કરવા માંડે છે. પરંતુ સફેદ વાળને કલર કરવા માટે માત્ર આ બે જ ઓપ્શન નથી. તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને સરળતાથી સફેદ વાળને કાળા કરી શકો છો. આ વસ્તુઓ એકદમ નેચરલ હોવાથી તેની આડઅસર પણ નહીં થાય. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે હેર કલર કરવા માટે કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 5 વાતનું રાખો ધ્યાન.. કંઈપણ કર્યા વિના Dandruff થી મળી જશે કાયમી મુક્તિ


કાચા પપૈયાનો કરો આ રીતે ઉપયોગ, એક જ વારમાં વાળ થઈ જશે Dandruff Free


આ રીતે સુકી મેથીનો કરશો ઉપયોગ તો ટાલમાં પણ ઉગવા લાગશે વાળ


બીટનો રસ


બીટ નો ઉપયોગ તમે સલાડમાં તો કર્યો હશે પરંતુ બીટ નો ઉપયોગ કરીને તમે તમારા વાળને કલર પણ કરી શકો છો. તમે જાસૂદના ફૂલનો પાવડર અને બીટનો પાવડર મિક્સ કરીને વાળ ઉપર હેર કલરની જેમ ઉપયોગમાં લઈ શકો છો. આ બે પાવડરમાં નાળિયેરનું તેલ ઉમેરીને તેને વાળમાં બે કલાક સુધી લગાડી રાખો. ત્યાર પછી વાળ ને શેમ્પુ કરી લો.


કોફી


એક પાણીમાં એક ચમચી ચા અને એક ચમચી કોફી ઉકાળી મિશ્રણને બરાબર ઘટ કરી લો. હવે તેમાં indigo પાવડર ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને ત્યાર પછી તેને વાળમાં લગાડી લો. એક કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી પાણીથી વાળ સાફ કરી બીજા દિવસે શેમ્પૂ કરવું.


કાથો


લોઢાના એક વાસણમાં એક ગ્લાસ પાણીમાં બે ચમચી કાઠો ચાર ચમચી આમળા નો પાવડર ઉમેરીને તેને બરાબર ઉકાળો. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસને બંધ કરીને તેને ઠંડુ થવા દો. એક કલાક તેને વાળમાં લગાડો અને પછી વાળને પાણીથી સાફ કરી નાખો.