પહેલા તો ઉંમર થાય એટલે વાળ સફેદ થતા હતા પરંતુ આજ કાલ તો પ્રદૂષણ અને ખરાબ લાઈફસ્ટાઈલ, ખાણીપીણી, તણાવના કારણે પણ વાળ પર અસર થઈ રહી છે અને નાની ઉંમરે વાળ સફેદ થતા જોવા મળી રહ્યા છે. સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા અનેક કારણોસર વધી રહી છે. જેમાં બહું વાર સુધી તડકામાં ફરવું, શરીરમાં પોષકતત્વોની કમી, કેમિકલવાળા હેર કેર પ્રોડક્ટ્સથી ડેમેજ વગેરે પણ સામેલ કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ વાળને છૂપાવવા માટે લોકો હેર  કલર કે પછી હેર ડાયનો ઉપયોગ કરે છે. પરંતુ તેના ઉપયોગથી વાળને નુકસાન પહોંચી શકે છે. આવામાં સફેદ વાળને કાળા કરવા માટે તમે નારિયેળના તેલની મદદ લઈ શકો છો. 


આ રીતે કરો ઉપયોગ
સફેદવાળથી છૂટકારો મેળવવા માટે નારિયેળનું તેલ એટલે કે કોપરેલના તેલનો ઉપયોગ કરી શકાય. આયુર્વેદમાં તેને ખુબ ગુણકારી ગણવામાં આવ્યું છે. નારિયેળનું તેલ એક કુદરતી કંડીશનર પણ છે. જે વિખરાયેલા અને અનમેનેજેબલ વાળને સોફ્ટ બનાવે છે. નારિયેળના તેલમાં એન્ટીઓક્સીડન્ટ્સ પણ ખુબ મળી આવે છે. નારિયેળનું તેલ તડકાના કારણે ડેમેજ થયેલા વાળને સ્વસ્થ બનાવે છે અને વાળને યુવી કિરણોના નુકસાનથી સુરક્ષિત પણ રાખે છે. સફેદ વાળમાં નારિયેળના તેલનો ઉપયોગ આ બે રીતે  કરી શકાય છે. 


આંબળા પાઉડર સાથે નારિયેળના તેલનું મિશ્રણ
- એક વાટકીમાં નારિયેળનું તેલ (5-6 ચમચી) લો. 
- તેમાં 2-3 ચમચી આંબળાનો પાઉડર લઈને ભેળવી લો. 
- હવે આ મિશ્રણને વાળના મૂળિયાથી લઈને છેડા સુધી લગાવી લો. 
- બે કલાક બાદ પાણીથી વાળ બરાબર ધોઈને સાફ કરો અને તેને થોડીવાર ખુલ્લામાં જ રહેવા દો. જેથી કરીને સારી રીતે સૂકાઈ જાય. 


લીંબુનો રસ પણ ભેળવી શકાય
વાળ માટે લીંબુનો પ્રયોગ જો તમે યોગ્ય રીતે ક રો તો તેનાથી વાળની હેલ્થ, ટેક્ચર, અને તેનો રંગ પણ સારો થાય છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે લીંબુના રસને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને લગાવી શકો છો. 


- 4 ચમચી નારિયેળનું તેલ લઈને તેમાં 4 ચમચી લીંબુનો રસ ભેળવી લો. 
- આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવી લો. 
- એકથી દોઢ કલાક સુધી તેને વાળમાં રહેવા દો. ત્યારબાદ વાળને ઠંડા પાણીથી ધોઈ લો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube