White Hair Home Remedies: આજના સમયમાં યુવાનોને પણ ચિંતા સતાવે છે કે સફેદ વાળની સમસ્યાથી મુક્તિ કેવી રીતે મેળવવી? કારણ કે નાની ઉંમરમાં જ લોકોને સફેદ વાળની સમસ્યા સતાવવા લાગે છે. સફેદ વાળથી મુક્તિ મેળવવા માટે લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટ અથવા તો કલરનો ઉપયોગ કરે છે. પરંતુ નાની ઉંમરથી જ જો વાળને કલર કરવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. તો આજે તમને આ સમસ્યાને દૂર કરવા માટેનો એક અકસીર ઈલાજ જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મચ્છર કરડવાથી ત્વચા પર પડી ગયા છે નિશાન ? આ 4 વસ્તુ ત્વચા પરથી ડાઘ કરી દેશે દૂર


વાળને ઝડપથી કરવા હોય લાંબા તો ખાવાનું શરુ કરો આ 5 Superfood, 30 દિવસમાં દેખાશે ગ્રોથ


સવારે જાગશો એટલે સ્કીન કરતી હશે Glow, રોજ રાત્રે લગાવો ઘરે બનાવેલી નાઈટ ક્રીમ


સફેદ વાળની સમસ્યાને કાયમી દૂર કરવી હોય તો મેથીના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મેથીના પાનમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ સહિતના પોષક તત્વો હોય છે જે વાળના ગ્રોથને પણ વધારે છે અને સાથે જ વાળને કાળા કરે છે. વાળની કાળા કરવા માટે તમારે લીલી મેથીનો ઉપયોગ કરવાનો છે.  લીલી મેથી વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ત્વચાને ફાયદો થાય છે અને તેનો ઉપયોગ કરવાથી વાળને લાભ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો. 


વાળને કાળા કરવા મેથીનો આ રીતે કરો ઉપયોગ


સૌથી પહેલા લીલી મેથીના પાનને સાફ કરી અને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટની અંદર એક ચમચી મેથી પાઉડર ઉમેરો અને જરૂર અનુસાર ઈન્ડિગો પાવડર ઉમેરો. તેમાં થોડું નાળિયેરનું તેલ ઉમેરી બરાબર રીતે મિક્સ કરો. ત્યાર પછી તેમાં એક ચમચી હેર કન્ડિશનર ઉમેરી બરાબર મિક્સ કરી તેને વાળમાં બે કલાક માટે લગાવો. બે કલાક પછી વાળને સાફ કરી લેવા. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી વાળ મૂળમાંથી કાળા થઈ જશે.