1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપશે મોદી સરકાર, સિલેન્ડર બુકિંગનો નિયમ પણ બદલાયો

Wed, 03 Mar 2021-10:12 am,

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો દાયરો વધુ વધારી દેવામાં આવ્યો છે. ઓઇલ સચિવ (Oil Secretary) તરૂણ કપૂર (Tarun Kapoor) એ જણાવ્યું છે કે આગામી 2 વર્ષમાં કરોડ ફ્રી કનેક્શન વહેંચવાનું કામ કરવામાં આવશે.  

સરકારનો પ્રયત્ન છે કે ઉજ્જવલા યોજના દ્રારા દરેક ઘર સુધી સિલિન્ડર પહોંચાડવામાં આવે. તેના માટે ઓછા દસ્તાવેજોમાં પણ લોકોને કનેક્શન આપાવમાં આવશે. સરકારનો દાવો છે કે રેસિડેન્સ પ્રૂફ (Residence Proof) પણ કનેક્શન આપવામાં આવશે. 

ઉજ્જવલા યોજનાનો લાભ લગભગ વધુ 1 કરોડ લોકોને આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્પષ્ટ છે કે તેમાં ભારે ભરખમ બજેટ પણ ખર્ચ થશે જોકે આ અલગ વાત છે કે બજેટમાં અલગથી આ યોજના માટે ફાળવણીની જોગવાઇ કરવામાં આવી નથી. સરકારનું કહેવું છે કે અત્યારે જે સબસિડી ચાલી રહી છે તેમાં કનેક્શન ફાળવણીનું કામ સરળતાથી પુરૂ થશે. 

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી અત્યાર સુધી 8 કરોડથી વધુ લોકોને ફ્રી કનેક્શન આપવામાં આવ્યા છે. બજેટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી 1 કરોડ લોકો એલપીજી કનેક્શનથી વંચિત રહી ગયા છે જેમને પણ ઉજ્જવલા યોજના દ્રારા ફ્રી કનેક્શન આપવામાં આવશે. 

એલપીજી ગ્રાહકોની સાથે ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે સિલિન્ડર બુક કરાવ્યાના 4-5 દિવસ સુધી સપ્લાય મળતી નથી. આ દરમિયાન જો સિલિન્ડર ખતમ થઇ જાય છે તો લોકોને ખૂબ મુશ્કેલી થાય છે, મોદી સરકારે તેનું સમાધાન નિકાળ્યું છે. હવે એક સાથે 3 ડીલર પાસે બુકિંગ કરાવી શકાશે અને જ્યાંથી જલદી સિલિન્ડર મળશે ત્યાંથી લઇ શકાશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link