Financial Rules: 1 માર્ચથી આ નિયમોમાં થઈ જશે ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર

Wed, 28 Feb 2024-5:05 pm,

દર મહિનાની પ્રથમ તારીખે પૈસાથી જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થાય છે, જેની સીધી અસર લોકોના જીવન પર પડે છે. હવે 1 માર્ચ 2024થી ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી થાય છે. રસોઈ ગેસ સિલિન્ડર મોંઘો થવાની અસર બજેટમાં જોવા મળે છે. આવો જાણીએ આ નિયમો વિશે..

દર મહિનાની પ્રથમ તારીખે રસોઈ ગેસની કિંમત નક્કી થાય છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. તેવી આશા છે કે કંપનીઓ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરી શકે છે. 14.2 કિલો ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા, બેંગલુરૂમાં 1055.50 રૂપિયા, ચેન્નઈ 1068.50 રૂપિયા છે.   

માર્ચ મહિનામાં 14 દિવસ બેન્ક બંધ રહેશે. આ 14 દિવસની જામાં દરેક રવિવાર, બીજા અને ચોથા શનિવારની રજા સામેલ છે. એટલે કે સાપ્તાહિક રજાઓ સિવાય બેન્ક તહેવારોને કારણે આઠ દિવસ બંધ રહેશે. દેશના દરેક રાજ્યોમાં એક સાથે બેન્ક 14 દિવસ બંધ રહેશે નહીં. આ રજાઓ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હશે. માર્ચમાં મહાશિવરાત્રિ, હોળી અને ગુડ ફ્રાઇડે જેવા તહેવાર આવશે, જેના કારણે બેન્ક બંધ રહેશે.

નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા તરફથી ફાસ્ટેગની કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. જો તમારી પાસે ફાસ્ટેગ હોય તો કાલ સુધીમાં કેવાયસી પૂરી કરી લો. બાકી નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા તમારા ફાસ્ટેગને ડિએક્ટિવેટ કે બ્લેકલિસ્ટ કરી શકે છે.   

સરકારે તાજેતરમાં આઈટી નિયમોમાં ફેરફાર કર્યો છે. એક્સ, ફેસબુક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સે આ નિયમોનું પાલન કરવું પડશે. જો માર્ચથી ખોટા ફેક્ટની સાથે સોશિયલ મીડિયા પર કોઈ સમાચાર ચાલે છે તો તેના માટે દંડ લાગી શકે છે. સરકારનો ઈરાદો સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવવાનો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link