TOP 10 Mystery of India: ભારતના 10 મોટા રહસ્યો જે આજે પણ છે અકબંધ, વૈજ્ઞાનિકો પણ ખાઈ ગયા ચક્કર 

Thu, 07 Jan 2021-1:17 pm,

હિમાચલ પ્રદેશના સ્પીતી વેલીની અંદર 550 વર્ષ જૂનું તેનજીનનું મમી આવેલું છે. જેના નખ અને વાળ આજે પણ વધી રહ્યા છે, તેમ છતાં પણ આજદિન સુધી તેના રહસ્યને કો નથી ઉકેલી શક્યુ.

1937ના મેગેઝીન મુજબ મીર ઉસ્માન અલીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે માનવામાં  આવે છે.મીર ઉસ્માન અલી હૈદરાબાદના નિઝામ હતા. પરંતુ તેમના અવસાન બાદ તેમના ખજાના વિશે પણ કોઈને કંઈ જ આજદિન સુધી ખબર નથી પડી.

સિંધુ ઘાટીની સભ્યતા હજારો વર્ષો પહેલા વિલુપ્ત થઈ ચૂકી છે. પરંતુ આજે પણ તેના રહસ્યો અકબંધ છે. સિંધુ ધાટીની સભ્યતા કેમ વિલુપ્ત થઈ તેના વિશેના કોઈ નક્કર કારણો હજુ સુધી મળ્યા નથી. ઘણા ખગોળ શાસ્ત્રીઓએ તેના વિશે પોતાના મંતવ્યો અને શોધના નમૂનાઓ રજૂ કર્યા અને પોતાની વાતો દર્શાવી. છતાં પણ હજુ સુધી કોઈ એવુ સટીક કારણ નથી મળ્યું.

1936માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટની અંદર શાંતિદેવીના બીજા જન્મની વાત જોડાયેલી છે..એક 4 વર્ષની મહિલા હતી જેને પોતાના પાછળના જન્મ વિશે બધી જ જાણકારી આપી હતી, મહાત્મા ગાંધીએ તેના માટે એક કમિટીની રચના પણ કરી હતી પરંતુ આ રહસ્ય હજુ અકબંધ છે.

પ્રહલાદ જાનીને ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખવામાં આવે છે. પ્રહલાદ જાની દેવલોક પામ્યા છે.પ્રહલાદ જાની મહેસાણા જિલ્લામાં રહેતા હતા. પ્રહલાદ જાનીએ ઘણા વર્ષોથી અન્નનો દાણો લીધા વિના જીવન જીવ્યા. માત્ર હવા લઈને જ તેઓએ પોતાની જિંદગી વિતાવી, જો કે આ અંગે ઘણી બધી તપાસ કરાઈ તેમ છતાં પણ કોઈ નક્કર કારણ આજ દિન સુધી મળ્યું નથી.

કુલધરા ગામને લઈને આજે કેટલીક વાર્તાઓ પ્રચલિત છે. પરંતુ કુલધરા ગામનું રહસ્ય અકબંધ છે. 200 વર્ષ પહેલા જેસલમેર રાજસ્થાનના આ ગામ કુલધરા રાતોરાત લોકોએ ખાલી કરી દીધું હતું. ત્યારથી લઈને આજદિન સુધી આ ગામ ખાલી જ પડ્યું છે, પરંતુ આજસુધી કોઈને એ વાતની પણ ખબર નથી કે આ ગામના લોકોએ કેમ ગામ ખાલી કર્યું અને ગામ ખાલી કરીને ગામના લોકો  ક્યાં ગયા?

જયપુરના રાજા સવાઈ જયસિંહે જયગઢના કિલ્લાની સ્થાપના કરી હતી. કહેવાય છે કે આ કિલ્લાની અંદર અજબો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. પરંતુ આજદિન સુધી આ ખજાનો કોઈને પણ મળ્યો નથી. કટોકટી દરમિયાન સરકારે પણ આ ખજાનો શોધવાના અથાગ પ્રય્તનો કર્યો હતા તેમ છતાં પણ ખજાનો મળ્યો નહતો.

છત્તીસગઢના ચારમાની અંદર 10 હજાર વર્ષ જૂનું એક ચિત્ર મળી આવ્યું હતું. આ ચિત્ર એક પર્વત ઉપર ઘેરાયેલું હતું જેની અંદર એલિયન અને યુએફઓનું ચિંત્ર દોરેલું હતું, એલિયનનું ચિત્ર ત્યાં શા કારણે દોરવામાં આવ્યું હતું? શું સાચે જ એલિયન આ ઘરતી પર આવ્યા હતા, તે આજે પણ એક રહસ્ય છે.

સોન ભંડાર ગુફા બિહારના રાજગીર શહેરમાં આવેલી છે. એવુ પણ મનાય છે કે  બિંબિસાર રાજાએ આ ગુફાની અંદર પોતાનું લાખો ટન સોનું સંતાડ્યું હતું. પરંતુ આ સોનું આજદીન સુધી કોઈને નથી મળ્યું, અંગ્રેજોએ બારુદથી આ ગુફાને તોડવાનો પ્રયાસ કર્યો હતો હતો. પરંતુ અંગ્રેજો પણ નિષ્ફળ રહ્યા હતા.

કહેવાય છે કે સમ્રાટ અશોકે સન્યાસ લેતા પહેલા 9 રત્નોની એક ગુપ્ત સોસાયટી બનવી હતી. આ નવ રત્નોમાં 9 લોકોનો સમાવેશ કરાયો હતો, નવ રત્નોની ગુપ્ત સોસાયટી બનાવવા પાછળ કારણ એ હતું કે તે નવ રત્નો તેમના રાજ્યની દેખરેખ કરી શકે, પરંતુ આજે પણ આ નવ રત્નોમાં કોણ નવ લોકો હતા તેના વિષે આજે પણ કોઈ જાણકારી મળી નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link