31 માર્ચ પહેલાં જરૂર પતાવી દો આ 10 કામ, બેદરકારી રાખશો તો આવશે રોવાનો વારો
PM ખેડૂત સમ્માન નિધિમાં રજિસ્ટ્રેશન માટે 31 માર્ચ છેલ્લી તારીખ છે. જો તમે આ યોજનાનો ફાયદો લેવા માગતા હોય તેવા લોકોને 31 માર્ચ પહેલાં રજિસ્ટ્રેશનનું કાર્ય પૂર્ણ કરવું પડશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) લોકોને સસ્તા ઘર આપવા માટેની ભારત સરકારની યોજના છે આ યોજનાનો ફાયદો 31 માર્ચ સુધી લઈ શકાશે. આ યોજના અંતર્ગત ઘર ખરિદવા પર 2.67 લાખ રૂપિયાની છૂટ મળે છે.
કોરોનાના કારણે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં સરકારી કર્મચારી LTCનો ફાયદો ઉઠાવી શક્યા નથી જેથી સરકારે LTC કેશ વાઉચર સ્કીમ જાહેર કરી. આ યોજના અંતર્ગત 12 ઓક્ટોમ્બરથી 31 માર્ચ 2021 સુધી કોઈ સામાન કે સર્વિસ ખરિદિને પણ LTCમાં ક્લેમ કરી શકાશે.
જો તમે ઈન્કમ ટેક્સમાં મળતી છૂટનો ફાયદો લેવા માગતા હોવ તો કોઈ પણ પોલીસીને 31 માર્ચ પહેલા ખરિદવી પડશે. ઈન્કમ ટેક્સની કલમ 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સની છૂટછાટ પ્રાપ્ત થાય છે.
2019-20 માટે ITR દાખલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. કોઈ નાણાંકીય વર્ષ માટે રિટર્ન ભરવાની સમય મર્યાદા પૂર્ણ થયા પછી બીલેટેડ રિટર્ન ફાઈલ કરવાનો નિયમ છે. બીલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાની લેટ ફી સાથે 1 એપ્રિલ પહેલાં જ જમા કરાવવાનું છે.
નાણાંકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક GST રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવી હતી. જો તમે છેલ્લી તારીખ પછી રિટર્ન ભરો છો તો તમારે 200 રૂપિયાનો દંડ ભરવો પડેશે.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પ્રત્યક્ષ કર (Direct Tax) વિવાદ સમાધાન યોજના 'વિવાદથી વિશ્વાસ' અંતર્ગત માહિતી આપવાની તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે. ચુકવણી માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. આ સ્કીમનો ઉદ્દેશ્ય બાકી વિવાદોનું સમાધાન કરવાનો છે.
સુક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSMEs) ને ફાયદો કરાવવા માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS) અંતર્ગત 31 માર્ચ સુધી લોન લઈ શકાય છે. સરકારે આ માટે 3 લાખ કરોડ રૂપિયાનું ફંડ રાખ્યું છે.
પાન કાર્ડને આધારથી લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે આ મહિને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે નહીં જોડ્યું તો તમારે દંડ ભરવો પડશે અથવા તો તમારે કાયદાકિય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વિશેષ ઉત્સવની એડવાન્સ યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને 10 હજાર રૂપિયા વ્યાજ ફ્રી એડવાન્સ મળે છે. આ યોજનાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.