ઇશા અને આનંદના લગ્નમાં રસ હોય તો જાણી લો ખાસ વાતો

Thu, 13 Dec 2018-11:43 am,

ઇશાનો જન્મ ભારતના સૌથી ધનિક અંબાણીપરિવારમાં થયો છે. ઇશા  એક ફુટબોલ ખેલાડી છે અને તે યુનિવર્સિટી ફુટબોલ ટીમ માટે રમતી પણ હતી.

ઈશાએ મુંબઈના ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પુરો કર્યા પછી યેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

 

2008ના વર્ષમાં ફોર્બ્સ પોતાની યુવાન અબજોપતિની યાદીમાં ઇશાને બીજું સ્થાન આપ્યું હતું કારણ કે તેની કુલ સંપત્તિ 460 કરોડ રૂ. હતી. 

ઇશાનો 2014ના ઓક્ટોબર મહિનામાં રિલાયન્સ રિટેલ અને જિયોના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇશાએ 2015ના ડિસેમ્બરમાં જિયોની 4જી સર્વિસનો શુભારંભ કર્યો હતો. 

ઇશા અંબાણીએ 12 ડિસેમ્બરના દિવસે મુંબઈમાં આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન પહેલાં ઉદયપુરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અંબાણી પરિવારે ઇશાના લગ્ન પાછળ એક કરોડ ડોલર કે પછી એનાથી વધારે ખર્ચ કર્યો છે. એક અંદાજ પ્રમાણે લગ્નમાં 10 કરોડ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. 

 

ઇશા અને આનંદના લગ્નમાં ટોચના રાજકારણીઓએ આપી છે હાજરી. 

મુંબઈ સ્થિત મુકેશ અને નીતા અંબાણીના બંગલાની સજાવટ ચર્ચાનો મુદ્દો બની છે. આ ઘરને લાઇટ અને તાજા ગુલાબના ફુલથી સજાવવામાં આવ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે લગ્નમાં 600 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં બંને પરિવારના સ્વજનો શામેલ છે. આ દંપતિનું રિસેપ્શન શુક્રવારે બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં યોજવામાં આવશે.  

સુરક્ષામાં તહેનાત પોલીસે કહ્યું છે કે મુકેશ અંબાણીના ઘરની સિક્યુરિટી બહુ  ટાઇટ છે. લગ્નમાં વીવીઆઇપી લોકોની હાજરી જોઈને સુરક્ષા વધારે સઘન બનાવાય એવી પુરેપુરી શક્યતા છે. 

(ફોટો સાભાર : Instagram/Twitter)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link