મોરબીની દીકરીઓનો તલવાર રાસ જોઇ સૌ કોઇ થયા મંત્રમુગ્ધ, જુઓ Pics...
નવરાત્રીમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતુ જાય છે. ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે મોરબી શહેર સહિતના જુદાજુદા વિસ્તારોમાં ગરબી મંડળોના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ગરબીમાં રાસ રજુ કરવા માટે ખુબ જ મેહનત કરવામાં આવતી હોય છે.
તેમા શંકાને કોઇ સ્થાન નથી શહેરના સામાકાંઠે વિસ્તારમાં છેલ્લા ઘણા 19 વર્ષથી મોરબી પ્રદેશ યુવા ભાજપના આગેવાન અને પાલિકાના પૂર્વ ચેરમેન જયરાજસિંહ જાડેજા તેમજ તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા “માઁ ગરબી”નું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રાતે થોડા સમય પહેલા ભૂચર મોરીના રણમેદાનમાં ક્ષત્રીય સમાજના દીકરીઓ અને બહેનો દ્વારા જે તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા ઐતિહાસિક તલવાર રાસને રજુ કરવામાં આવ્યો હતો. માઁ ગરબી”માં આસપાસના વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા લેવા માટે આવતા હોય છે. અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહી ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે.

સામાન્ય રીતે તલવાર રાસ કોઈ પણ જગ્યાએ રજુ કરવામાં આવતો હોય છે. ત્યારે જે તે જગ્યાએ હાજર રહેલા લોકોને તે ખુબ જ સહેલું લાગતું હોય છે. જો કે, એક તલવારનો વજન ચાર થી પાંચ કિલો જેટલો હોય છે જેથી કરીને સતત દસ મિનીટ સુધી હાથમાં તલવાર ઉપાડીને તલવાર રાસ રજુ કરવો તે સહેલું કામ નથી.
મોરબીની “માઁ ગરબી”માં ક્ષત્રીય સમાજના દીકરીઓ અને બહેનો દ્વારા જે તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો તેની ભારોભાર પ્રશંસા ત્યાં હાજર રહેલા તમામ લોકોએ કરી હતી.