15 ઓગસ્ટ : આ ફિલ્મો છે સદાબહાર, એના વગર અધૂરો છે `સ્વતંત્રતા દિવસ`
અનિલ કપૂર અને શ્રીદેવીની બહેતરીન અદાકારીથી ભરપુર ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા દર્શકોની પસંદીદા પૈકીની એક છે. આ સાથે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ દર્શાવાતી દેશપ્રેમ પર બનેલી આવી અન્ય ફિલ્મો છે જે લોકોને ઘણી પસંદ આવી છે. એલઓસી કારગિલ, ભગતસિંહ અને નાના પાટેકરની ઘણી ફિલ્મો એવી છે કે જે દેશપ્રેમથી ભરપૂર છે.
વર્ષ 2002 માં આવેલી અજય દેવગનની ફિલ્મ ધ લિજેન્ડ ભગત સિંહ સ્વતંત્રતા દિવસ પર બતાવાતી સૌથી લોકપ્રિય ફિલ્મ છે. આ ફિલ્મમાં દેશની આઝાદીનો એ જુસ્સો બતાવાયો છે કે એ જોયા પછી દેશવાસીઓના દિલમાં ક્રાંતિની આગ ભડકી ઉઠે.
વર્ષ 1997 માં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ બોર્ડર જોયા પછી દરેક દેશવાસીઓની આંખો ભરાઇ આવે છે. જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના અને જેકી શ્રોફ જેવા ફેમસ એક્ટર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે.
વર્ષ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ તિરંગા એ સમયે બોક્સ ઓફિસ પર 12.02 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ નાના પાટેકર અને એ જમાનાના સુપરસ્ટાર રાજકુમારે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીત્યા હતા.
મનોજકુમારની વર્ષ 1981માં આવેલી ફિલ્મ ક્રાંતિ દેશપ્રેમની ભાવનાથી સભર ફિલ્મ હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં મનોજકુમાર ઉપરાંત દિલીપકુમાર, શત્રુધ્નસિંહા, શશિ કપૂર, મદન પુરી, ટોમ અલ્ટર, પરવીન બોબી અને હેમા માલિની જેવા મોટો કલાકાર હતા. 3 કરોડમાં બનેલી આ ફિલ્મે અંદાજે 10 કરોડ કરતાં પણ વધુનો બિઝનેસ કર્યો હતો.